Gujarat Weather Update: મે મહિનો અંતિમ તબક્કામાં છે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેર-ઠેર વરસાદ ખાબકી રહ્યો છે, ક્યાંક વાવાઝોડુ, પવન, આંધી વંટોળ છે તો ક્યાંક ભારે વરસાદે વાતાવરણ બગાડ્યુ છે, ખેડૂતો પણ ચિંતામાં ડુબ્યા છે, ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે 30 મે સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

ગુજરાતમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાઇ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી 30 મે સુધી ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદની શક્યતા છે. આજે મોડી સાંજથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે મોટી આગાહી કરી છે. જ્યારે ગુજરાતના સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 22 જિલ્લાઓમાં આગામી થોડા કલાકો વરસાદ ખાબકશે, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, મહિસાગર, ખેડા, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે પવનની સંભાવના છે. આ સાથે, કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના પાટણ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, IMD એ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે IMD એ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવા વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, IMD એ આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે પીળો ચેતવણી પણ જારી કરી છે.

આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર-સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, વલસાડ, વલસાડ, વલસાડ, તા.પં.ના જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદ પડી શકે છે.