Gujarat Rain: રાજ્યમાંથી ધીમે ધીમે ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ રહ્યો છે. હવામાન વિભાગે કચ્છમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી છે. આ વર્ષે કચ્છમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 183.32% વરસાદ નોંધાયો છે.


કચ્છમાં 26 જૂનથી શરૂ થયેલું ચોમાસું 23 સપ્ટેમ્બરે વિદાય લેતાં કુલ 90 દિવસ રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ 94% સાથે 18 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.


છેલ્લા ત્રણ વર્ષની તુલનામાં રાજ્યમાં આ વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.34% વરસાદ થયો છે. વિસ્તારવાર વરસાદની વિગતો નીચે મુજબ છે:



  • સૌરાષ્ટ્ર: 129.81%

  • દક્ષિણ ગુજરાત: 129.89%

  • મધ્ય ગુજરાત: 121.42%

  • ઉત્તર ગુજરાત: 107.77%


છેલ્લા ત્રણ વર્ષનો વરસાદ:



  • 2021: 33.09 ઈંચ (98.48%)

  • 2022: 41.51 ઈંચ (122.09%)

  • 2023: 44.26 ઈંચ (108.16%)


આ વર્ષનો વરસાદ છેલ્લા ત્રણ વર્ષની તુલનામાં સૌથી વધુ નોંધાયો છે, જે રાજ્ય માટે એક નોંધપાત્ર આંકડો છે.


ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી વરસાદે (rain)વિરામ લીધો છે પરંતુ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ શકે છે. હવામાન વિભાગના(Meteorological Department,) મોડલ મુજબ બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશ સર્જાયા છે. જેની અસરથી ગુજરાતમાં ફરી એક વરસાદનો  રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગના મોડલ મુજબ હાલ બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સિસ્ટમ આકાર પામી છે. આ સિસ્ટમ આવતી કાલે એટલે કે 25 સપ્ટેમ્બરે લો પ્રેશર એરિયામાં ફેરવાઇ શકે છે. જેના કારણે ફરી ગુજરાતમાં વરસાદ (rain) મોહાલ જામશે. હવામાન વિભાગના (Meteorological Department) અનુમાન મુજબ જો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં 25થી સપ્ટેમ્બરના અંત સુધી વરસાદનું અનુમાન છે.


હવામાન વિભાગની આગાહી (forecast)મુજબ બંગાળની ખાડીમાં એક્ટિવ થયેલી સિસ્ટમના કારણે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.


દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત બાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લા વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ તથા દાહોદ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધાવની શક્યતા છે.  ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું અનુમાન છે.


આ પણ વાંચોઃ


આ રોગોમાં એન્ટિબાયોટિક્સ દવાની કોઈ અસર નથી થતી, ICMR ના રિસર્ચમાં થયો મોટો ખુલાસો