મોરારિબાપુ પર હુમલાના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jun 2020 11:23 AM (IST)
પબુભા માણેક દ્વારા મોરારિબાપુ પર હુમલાના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વીરપુર જલારામ મંદિર દ્વારા સમગ્ર મામલાને વખોડી કાઢવામાં આવ્યો છે.
રાજકોટ: પબુભા માણેક દ્વારા મોરારિબાપુ પર હુમલાના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વીરપુર જલારામ મંદિર દ્વારા સમગ્ર મામલાને વખોડી કાઢવામાં આવ્યો છે. જલારામ બાપાના પરિવાર દ્વારા પબુભા દ્વારા કરાયેલ કૃત્યને વખોડી કાઢ્યું છે. બાપુ પર હુમલાને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. આજે વીરપુર મોરારીબાપુના સમર્થનમાં સજ્જડ બંધ રહ્યું હતું. પભુબા માણેકે મોરારિબાપુ પર હુમલો કર્યો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તમામ વીરપુર વેપારીઓ અને ગ્રામજનો દ્વારા વીરપુર બંધને સમર્થન આપ્યું હતું. આજે તમામ કામધંધા અને દુકાનો બંધ રહ્યા હતા. આજે વીરપુર ગ્રામજનો દ્વારા રાજકોટ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. જલારામ બાપાના પરિવારના સમર્થન સાથે વીરપુરનું પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અલગ-અલગ સમાજના લોકો પણ વિરોધમાં જોડાયા હતા. પબુબા માણેક પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. ભાવનગરનાં મહુવામાં સર્વસમાજનાં આગેવાનોની મળેલ બેઠકમાં દ્વારકાની ઘટનાને વખોડી કાલે મહુવા સજજડ બંધના એલાનની જાહેરાત કરાઇ છે. અને પબુભા માણેક તલગાજરડા આવી મોરારીબાપુની માફી માંગે તેવી માંગ કરાઇ છે. આજે સવારે 10 કરલાકે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. લોકોએ પબુભા માણેક તલગાજરડા આવી બાપુ પાસે માંફી માંગે તેવી માંગ કરી છે. ગઇકાલે મહુવામાં યોજાયેલી બેઠક બાદ મહુવા બંધની જાહેરાત કરવામાં આવી હતી. બેઠક માં ચેમ્બર ઓફ કોમર્સ મહુવા, ભાજપ, કોંગ્રેસ ના કાર્યકરો તેમજ હિન્દૂ તેમજ મુસ્લિમ સમાજ ના આગેવાનો તથા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.