મોરબીમાં એક યુવકને વહેલા ઉઠવા બાબતે ઠપકો આપતા આત્મહત્યા કરી લીધી હતી. મળતી જાણકારી અનુસાર, મોરબીના ટંકારામાં રહેલા 27 વર્ષીય અતુલ ચાવડાને વહેલા ઉઠવા બાબતે ઠપકો આપવામાં આવતા તેણે આત્મહત્યા કરી લીધી હતી.
મળતી માહિતી મુજબ અતુલ ચાવડાને ગત 16 જૂનના રોજ તેની બાએ વહેલા ઉઠવા બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે તેને ખોટુ લાગતા તે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હતો. જેને લઈ પરિવારે શોધખોળ કર્યા બાદ ટંકારા પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં ડેમી ૨ ડેમમાંથી અતુલનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બે બાળકીના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ
સરદીય વિસ્તારની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. થરાદની જમડા પુલ પાસે યુવકે જમ્પ લગાવ્યા હોવાની ઘટના સામે આવી સામે છે. થરાદ ફાયર બ્રિગેડ ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો છે. મૃતક યુવક લાખણીના ગણતા ગામનો હોવાની વાત સામે આવી છે. મૃતક યુવકની ઉંમર ૩૮ વર્ષની હતી. બે બાળકીના પિતાએ કેનાલમાં જમ્પ લગાવવાનું કારણ અકબંધ છે. મૃતદેહ બહાર કાઢી વાલી વારસાને સોંપવામાં આવ્યો છે. પોલીસ તપાસ બાદ જ યુવકના મોતને લઈને સાચી હકીકત સામે આવશે.
સુરતમાં ઉંઘવા બાબતે ઝઘડો થતા યુવતીએ આત્મહત્યા કરી
સુરતમાં એક 18 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આત્મહત્યા પાછળનું કારણ જાણીને તમને વિશ્વાસ નહી થાય. મળતી જાણકારી અનુસાર, સુરતના ઉન વિસ્તારમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બહેન સાથે ઉંઘવાની વાતને લઈને થયેલા ઝઘડા બાદ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. અંબાનગરની જાહેદા શેખ નામની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. સચિન GIDC પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
ઉન વિસ્તારમાં બે સગી બહેનો વચ્ચે ઉંઘવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ મોડી રાત્રે જાહેદા શેખે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જાહેદા શેખ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સિલાઇ મશીન ચલાવતી હતી. ઘટનાની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.