Morbi: શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ ભયનો માહોલ ફેલાવી દીધો છે, મોરબીના વાંકાનરેમાં એક જુની અદાવતના કારણે બે શખ્સો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી, આ વાતનો ખાર રાખીને એક જૂથના વ્યક્તિએ હવામાં ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં લોકોમાં ભય ફેલાયો છે. જોકે, આ મામલે પોલીસને જાણ થતાંની સાથે જ પોલીસે ફાયરિંગ કરનારા સામે તપાશ શરૂ કરી દીધી હતી.


માહિતી પ્રમાણે, ગઇકાલે મોરબી જિલ્લાના વાંકાનેરમાં જુના જકાતનાકા પાસે આ ફાયરિંગની ઘટના ઘટી હતી, આ ઘટનામાં એકે યુવાનના ભાઈ સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી બીજા શખ્સે હવામાં ફાયરિંગ કર્યું હતુ. બોલાચાલીનો ખાર રાખી આરોપીએ યુવાનના ઘર પાસે આવી પહેલા ઝઘડો કર્યો હતો, અને બાદમાં બંદૂક કાઢી યુવાન ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ભય બતાવવા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ. 


જોકે, આ અંગે વાંકાનેરની વિવેકાનંદ સોસાયટી નજીક રહેતા મહેશભાઈ કાનાભાઈ ગોલતરે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, આ ઘટનામાં સતુભા દરબાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, વાંકાનેર સીટી પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.


 


Morbi: ક્રિકેટ સટ્ટા પર મોટી કાર્યવાહી, પોલીસે અઢી લાખના મુદ્દામાલ સાથે 9 શખ્સોને ઝડપ્યા


Morbi: મોરબીમાં પોલીસે સટ્ટોડિયાઓ પર શિકંજો કસ્યો છે, મોરબીમાં સટ્ટો રમતા 9 શખ્સોને બી ડિવીઝન પોલીસે રંગેહાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે એક બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી આ ક્રિકેટ પર રમાઇ રહેલા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો.  


મોરબીની બી ડીવીઝન પોલીસે મોટી કાર્યવાહી કરીને સટ્ટા કાંડનો પર્દાફાશ કર્યો છે. મોરબીની ઋષભ સોસાયટીના ગેઇટ પાસે અભી પેલેસ બિલ્ડીંગમાં પોલીસે અચાનક દરોડો પાડ્યા હતા. જ્યાં રહેણાંક મકાનમાં સટ્ટો રમી રમાડતા ૯ શખ્સોને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. જોકે, આ કાર્યવાહી દરમિયાન બે નામ એવા પણ ખુલ્યા હતા, જે પોલીસ પકડથી બહાર રહ્યા હતા, આ બન્ને નામના શખ્સોને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 


પોલીસે રહેણાંક વિસ્તારમાં દરોડા પાડીને 9 શખ્સો સાથે મોટી સંખ્યામાં મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો હતો, જેમાં લેપટોપ નંગ-૪, મોબાઈલ નંગ -૧૭ અને રોકડા રકમ સહિત કુલ ૨,૬૦,૪૭૦નો મુદામાલ સામેલ છે. આ આખો સટ્ટા કાંડ મોરબીમાં ક્રિકેટ મામલે ચાલી રહ્યો હતો, અને પોલીસે પણ પ્રથમ વખત આવી મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. 


સટ્ટો રમતા આરોપીઓના નામ - 
અજયભાઈ કરશનભાઈ બાકુ
વિક્રમભાઈ નાનજીભાઈ જોશી
નીકુલભાઈ ભુરાભાઈ આશલ
મોન્ટુભાઈ અમૃતભાઈ જોશી
મુકેશભાઈ ભાવાભાઈ ચિભડીયા
હસમુખભાઈ શિવરામભાઈ આશલ
નવીનભાઈ ગંગારામભાઈ જોષી
અશોકભાઈ ભુરાભાઈ જોશી
પ્રવીણભાઈ રાણાભાઇ ગામોટ









જય લલીતભાઈ અઘેરા રહે-મોરબી
મિત જયેશભાઈ કાલરીયા રહે-રાજકોટ