• કાંતિ અમૃતિયાએ જાહેરમાં ગોપાલ ઇટાલિયાને ₹2 કરોડની શરત સાથે મોરબીમાં ચૂંટણી માટે પડકાર્યો.
  • અમૃતિયાએ જણાવ્યું કે, “આવતા સોમવારે ભેગા ચાલીએ અધ્યક્ષ પાસે અને રાજીનામું આપીને ચૂંટણી લડીએ.”
  • ચેલેન્જનો જવાબ આપતા, અમૃતિયાએ ભારપૂર્વક કહ્યું કે પોતે 'પાકી જબાન' ધરાવે છે અને જે હારશે તેં સામે રૂ.2 કરોડ આપશે.
  • અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને તીખી ટિપ્પણી આપી કે, “તમે એકવાર ચૂંટાયા છો, હું તો સાતવાર ચૂંટણી લડ્યો છું.”
  • વિસાવદરની જીત બાદ AAP નેતાઓના ઓવર એક્સાઈટમન્ટ પર અમૃતિયાનો કટાક્ષ: “એક સીટ જીત્યા પછી પણ ઉપાડો લીધો છે!”

Kanti Amrutia Gopal Italia news: ગુજરાતના રાજકારણમાં અત્યારે 'ચેલેન્જ'નું જોરદાર ચર્ચા ચાલે છે, ને એમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક મોટો દાવ રમ્યો છે! અમૃતિયાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ ખુલ્લેઆમ સ્વીકારી લીધી છે, ને કહી દીધું છે કે, "હું તો રાજીનામું આપવા તૈયાર છું!" આ તો મોરબીમાં હવે 'મોરે મોરાનો' જંગ જામે એવું લાગી રહ્યું છે!

અમૃતિયાનો ખુલ્લો પડકાર: 'આવો ગોપાલ, ભેગા રાજીનામું આપીએ!'

કાંતિ અમૃતિયાએ ચોખ્ખું કહી દીધું છે કે, "આવતા સોમવારે હું ને ગોપાલભાઈ બેય વિધાનસભા અધ્યક્ષ પાસે જઈને ભેગા જ રાજીનામું આપીએ. રાજીનામા આપ્યા પછી, મોરબીમાં આપડે ચૂંટણી લડીએ." અમૃતિયાએ પોતાની વાતમાં ભાર મૂકતા કીધું કે, "હું પાકી જબાનનો માણસ છું. જો હું મોરબીથી હારીશ, તો તમને ₹2 કરોડ આપીશ!" એમણે તો ત્યાં સુધી કીધું કે, "જો હવે ગોપાલ પોતાની વાતથી ફરશે, તો એના બાપમાં ફેર નહીં! ને જો હું ફરું, તો મારા બાપમાં ફેર હોય!" આટલી કડક ભાષામાં એમણે ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો છે.

'તમે એકવાર ચૂંટાયા, હું સાત વાર લડ્યો છું!'

કાંતિ અમૃતિયાએ આ નિવેદન ગોપાલ ઇટાલિયાને આપ્યું, ને આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ નિશાન સાધ્યું. એમણે કીધું કે, "તમે તો ખાલી એકવાર ચૂંટાયા છો, ને હું તો સાત વાર ચૂંટણી લડ્યો છું." એમણે ઉમેર્યું કે, "આવતા સોમવારે અધ્યક્ષની સામે આપણે રાજીનામું આપી દઈએ, પછી ચૂંટણી આવે એટલે ખબર પડી જાય કોનામાં કેટલો દમ છે!"

અમૃતિયાએ પોતાના મોરબીના કાર્યકર્તાઓ પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો, ને કીધું કે, "તમે અહીં આવો, તમારા આપના દેશના તમામ નેતાઓ આવે ને આપણે ચૂંટણી લડીએ." એમણે આપ પાર્ટી પર કટાક્ષ કરતા કીધું કે, "વિસાવદરમાં એક સીટ જીત્યા એટલે આપના કાર્યકરોએ ને નેતાઓએ આટલો બધો ઉપાડો લીધો છે!"