Morbi : મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં દિવાલ ધરાશાયી થવાના કેસમાં પોલીસે કારખાનાના માલિક સહીત 6 લોકોની દરપક્ડ કરી છે. આ 6 લોકોમાં કારખાનાના માલિક, સુપરવાઈઝર અને સંચાલક સામેલ છે, જેમના નામ આ પ્રમાણે છે :
1) અફઝલ ઉર્ફે જીવો અલારખા ધોણીયા - માલિક
2) વારિસભાઈ ઉર્ફે દેવો અલારખભાઈ ધોણીયા - સંચાલક
3) આત્મારામ કિશનરામ ચૌધરી - સંચાલક
4) સંજયભાઈ ચુનીલાલ આશર - સુપરવાઇઝર
5) મનુભાઈ ઉર્ફે મનોજભાઈ રેવાભાઈ છનુંરા - સુપરવાઈઝર
6) આશિકભાઈ નુરાભાઈ સોઢા - સુપરવાઝર
હાલ પોલીસે 8 આરોપીઓમાંથી 6ની ધરપકડ કરી છે અને અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે.
12 શ્રમિકના ઘટનાસ્થળે જ મોત થયા હતા
હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં 18 મે ના રોજ અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં શ્રમિકો દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. જો કે આ દુર્ઘટનામાં 12 શ્રમિકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ દુર્ઘટનાને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદની જી.આઇ.ડી.સી માં દિવાલ ધસી પડવાની દુર્ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે હ્વદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી છે. તેમણે મૃતક શ્રમિકોના આત્માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરી. મુખ્યમંત્રીને આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.
આ દુર્ઘટનામાં 12 શ્રમિકના અવસાન થયા છે. કારખાનાની અંદર 15થી વધુ શ્રમિક કામ કરતા હોવાની સૂત્રો દ્રારા માહિતી મળી હતી.