મોરબીમાં ખાનગી બસ પલટી જતા 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.મળતી જાણકારી અનુસાર, કચ્છ જઇ રહેલી એક ખાનગી બસ હળવદ માળિયા હાઇવે પર પલટી ખાઇ ગઇ હતી.ખાનગી બસ વડોદરાથી કચ્છના આદિપુર જઇ રહી હતી.બસમાં 31 જેટલા લોકો સવાર હતા. ત્યારે હળવદ-માળિયા હાઇવે પર ખાનગી બસ પલટી ગઇ હતી. જેથી 13 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
અકસ્માતમાં ઘાયલ થનારાઓમાં વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ, રહે- ધોળકા, વિનુભાઈ પરમાર (45) રહે, અમદાવાદ, વિજયભાઈ રામચંદ્ર ગુપ્તા (23) અમદાવાદ, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (24) રહે, આણંદ, સૌરભ સોની (30) રહે, બરોડા, દિપક પરસોત્તમ આણંદદાની (34) , કલ્પના દિપક આણંદ દાની(34) આદિપુર, રવિભાઈ પટેલ (31) રહે. અંજાર, ઇરસાદભાઈ આલમભાઈ (32) ગાંધીધામ, દિનેશભાઇ કાંતિલાલ (58) કચ્છ, કાનો દિનેશભાઇ (19) અમદાવાદ, દિગ્વિજયભાઈ કાનભાઈ, સમીખિયારી, લીલાબેન રાજેશભાઇ (40) ગાંધીધામનો સમાવેશ થાય છે.
Mahisagar: સંતરામપુરમાં હોન્ડાના શોરૂમમાં લાગી ભીષણ આગ, લાખોની કિંમતના બાઈક બળીને ખાખ
મહીસાગર: સંતરામપુર શહેરમાં હોન્ડાના શોરૂમમાં ભીષણ આગ લાગી છે. સંતરામપુર શહેરમાં કોલેજ રોડ પર આવેલ હોન્ડા બાઇકના શો રૂમમાં આગ લાગતા મોટી સંખ્યામાં વાહનો બળીને ખાખ થયા છે. અગમ્ય કારણોસર શો રૂમમાં આગ લાગતા લાખોનું નુકસાન થયું છે. આગ લાગવાનો બનાવ બનતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. શો રૂમમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
કોલ્ડવેવની આગાહીને પગલે સરકારે નાગરિકો અને પશુઓ માટે જાહેર કરી ગાઈડલાઈન
Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા ૨૩ અને ૨૪ જાન્યુઆરી એમ બે દિવસ માટે કોલ્ડવેવની આગાહીને પગલે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં ૨થી ૩ ℃ સુધીનો ઘટાડો થઈ શકે છે. માણસોની સાથે પશુઓની તકેદારી રાખવા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરાઈ છે. આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે.
માર્ગદર્શિકા જાહેર થઈ
- શિયાળામાં ગરમ કપડાનો પૂરતો જથ્થો રાખવો
- ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઈટ અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવો
- દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી રાખવી, જેથી ઠંડા પવન ઘરમાં ન આવે
- કોલ્ડવેવમાં વહેતું અથવા ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે. જે સામાન્ય લાંબા સમય સુધી શરદી રહેવાને કારણે થાય છે. આવાં લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્યકર્મી અથવા ડોક્ટરની સલાહ લેવી.