Morbi: મોરબીમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. હર્ષ સંઘવીએ મોરબીમાં કહ્યું કે, કોઇ પણ નામ બદલીને કૃત્ય કરશે તો ચલાવી લેવામાં આવશે નહીં,
મોરબીમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ અંગે સ્પષ્ટતા ચેતવણી આપી છે. તેમને કહ્યું કે, - કોઈપણ સલીમ સુરેશ બનીને બેન - દિકરીયોને ફંસાવશે તો તેને સાખી નહીં લેવામાં આવે. તેમને લવ જેહાદ મુદ્દે કહ્યું કે, આવું કોઈ સુરેશ પણ સલીમ બનીને ના કરે, તેને પણ સાખી લેવામાં નહીં આવે. પ્રેમ કરવો ગુન્હો નથી પરંતુ પ્રેમના નામે કરવામાં કરવામાં આવતા ષડયંત્રને ચલાવી લેવામાં નહીં આવે. આજે મોરબીમાં આવેલા હર્ષ સંઘવીએ પોલીસને પણ કડક સૂચના આપી છે, તેમને પોલીસને સૂચના આપી છે કે, આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો તે જ દિવસે તેની કાર્યવાહી કરવી.
સુરત: શહેરમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે વાસુ નામ ધારણ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બન્ને યુવક અને યુવતીએ પાર્ટનરશીપમાં મેરેજ ઇવેન્ટનું કામ શરૂ કર્યું ત્યારે વીઝીટીંગ કાર્ડમાં પણ વાસુ નામ લખાવેલું હતું. તો બીજી તરફ ઓફિસ શીફટીંગ વેળા આધારકાર્ડ મળતા આ સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો હતો. યુવતી સુરતના વેસું વિસ્તારમાં રહે છે અને મહેંદી મુકવાનું કામ કરે છે. 24 વર્ષની આ યુવતી એક લગ્નપ્રસંગમાં મંડપ ડેકોરેશનનું કામ કરતા મૂળ રાજસ્થાનના 27 વર્ષના વસીમ અકરમના સંપર્કમાં આવી હતી. યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે વસીમની ધરપકડ કરી છે.
CRIME NEWS: દ્વારકાના ખંભાળિયામાં લવ જેહાદનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જામનગરની યુવતીને વિધર્મી શખ્સે લલચાવીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની વાત સામે આવી છે. દુષ્કર્મ બાદ ગર્ભવતી બનેલી યુવતીને તરછોડી દેતા યુવાન તથા પરિવારજનો સામે ગુનો નોંધાયો છે. સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે યુવતીની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 376 (એન), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના યુવકે અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો
અમદાવાદમાં સગીર સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ દુષ્કર્મ કરી રૂપિયા પડાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પબ્જી ગેમ દ્વારા જૂનાગઢના યુવકે મિત્રતા કરી હતી. ત્યાર બાદ અમદાવાદ આવી સગીરા સાથે દુષ્કર્મ કરી વીડિયો બનાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકે સગીરા પાસેથી 62 હજાર રુપિયા પડાવ્યા હતા. ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.
હાથ પર સુસાઈડ નોટ લખી મહિલાએ કર્યો આપઘાત
સુરતના મહિલાની આત્મહત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મહિલાએ સુસાઈડ નોટમાં લખ્યું કે, 'મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી' પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે. તો બીજી તરફ પોલીસે પત્નીને આપઘાત કરવા મજબૂર કરનાર પતિની ધરપકડ કરી છે. મહિલાના પરિવારજનોએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી તેની બનેલી તમામ આપવીતી જણાવી હતી. 'મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી' પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે. મૃતક પરિણીતાના બે સંતાનો છે. પતિ પ્રવિણ ગોસ્વામીની ધરપકડ કરી છે.