છેલ્લા 5 દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેને લઈને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુરૂવારની મોડી રાતે દાહોદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મોડી રાતે શહેરમાં એક કલાકમાં એક ઈંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતાં.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મોડી રાતે દાહોદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. માત્ર એક કલાકમાં ઈંચ વરસાદ શેહરમાં ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાયું હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતાં. 1 ઈંચથી પણ વધારે વરસાદ ખાબક્યા બાદ શહેરમાં ગટરો ઉભરાવવા લાગી હતી જેના કારણે શહેરમાં ઠેરઠેર જગ્યાએ ગંદકી જોવા મળી હતી.
ભારે વરસાદના કારણે દાહોદના બસ સ્ટેન્ડ રોડ, ગાંધી ગાર્ડન અને માંડવ રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતાં. દાહોદમાં ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મોડી રાતે ભારે પવન સાથે વરસેલા વરસાદન કારણે દાહોદ શહેરમાં પરેલના ધોબીઘાટ વિસ્તામાં વીજળનું ટાવર ધરાશાઈ થયું હતું. જેના કારણે આ વિસ્તારની લાઈટો ડુલ થઈ ગઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 13 જૂનથી લઈને 15 જૂન સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યમાં ભારે પવન સાથે 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
મોડી રાત્રે ગુજરાતના આ શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2020 08:31 AM (IST)
મોડી રાતે ભારે પવન સાથે વરસેલા વરસાદન કારણે દાહોદ શહેરમાં પરેલના ધોબીઘાટ વિસ્તામાં વીજળનું ટાવર ધરાશાઈ થયું હતું. જેના કારણે આ વિસ્તારની લાઈટો ડુલ થઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -