ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણામાં આજે વધુ 3 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં જિલ્લાના કડીમાં બે અને એક જોટાણામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે 50 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 28 સેમ્પલનું પરિણામ આવી ગયું છે. જેમાં 25 નેગેટિવ અને 3 રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.
મહેસાણામાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં કડીમાં બે પોઝિટિવ કેસ અને જોટાણામાં એક પોટિઝિવ કેસ નોંધાયો છે. હજુ પણ જિલ્લામાં 22 રિપોર્ટ પેન્ડિંગ છે.
https://gujcovid19.gujarat.gov.in/ના પ્રમાણે મહેસાણા જિલ્લામાં હાલ 42 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે.
મહેસાણા જિલ્લામાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા, જાણો કુલ કેટલા એક્ટિવ કેસ છે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jun 2020 02:15 PM (IST)
જિલ્લાના કડીમાં બે અને એક જોટાણામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે 50 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 28 સેમ્પલનું પરિણામ આવી ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -