જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લાની મુશ્કેલીમાં વધારો થયો છે. જૂનાગઢ જિલ્લામાં આજે વધુ 4 કેસ નોંધાયા છે. 3 પુરુષ અને 1 મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો છે. આજે નોંધાયેલા ચાર કેસની વાત કરીએ તો ત્રણ કેસ ચોરવાડમાં અને એક સાખડાવદર ગામમાં નોંધાયો છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 480 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 30 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 319 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંક 20 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 20,097 થઇ છે અને મૃત્યુઆંક 1249 પર પહોંચ્યો છે.



ગઈ કાલે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 318, સુરતમાં 64, વડોદરામાં 35, ગાંધીનગરમાં 19, મહેસાણા-6, સાબરકાંઠા-6, પાટણ 5, ખેડા 4, સુરેન્દ્રનગર 4, રાજકોટ 3, આણંદ 3, ભાવનગર 2, ભરૂચ 2, વલસાડ 2, અરવલ્લી, કચ્છ, દાહોદ, નવસારી, અમરેલીમાં 1-1 કેસ અને અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 30 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 21, સુરતમાં 2 અને બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટ ખાતે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1249 લોકોનાં મોત થયા છે.