ભરૂચ: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચમાં નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 73 થઈ છે. હાલ ભરૂચમાં એક્ટિવ કેસોની સંખ્યા 28 પર છે. જ્યારે કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે.
ભરૂચ જિલ્લામાં આજે નવા પાંચ કેસ નોંધાયા છે. ભરૂચના નંદેલાવ રોડ પર આવેલા મલ્હાર ગ્રીન સીટીના એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત પીપળીયા ગામમાં બે ભાઈઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 73 પર પહોંચી છે જ્યારે અત્યાર સુધી 4 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે. આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં.
ગુજરાતમાં દિવસે ને દિવસે પોઝિટિવની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22067 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1385 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15109 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5573 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને5512 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 72 હજાર 924 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતના આ શહેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત 5 લોકોને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2020 10:23 AM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચમાં નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 73 થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -