Botad : ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ થયૉ છે અને 10 લોકોના મોત થયા છે. બોટાદ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 10 લોકોના સત્તાવાર મોત થયા છે, જેમાં 5 બોટાદ જિલ્લામાં અને 5 અમદવાદ જિલ્લામાં મોત થયા છે. જો કે બિનસત્તાવાર રીતે 18 લોકોના મોત થયાના અહેવાલ છે. 30 થી 35 લોકોએ કેમિકલ યુક્ત દારૂ પીધો હતો, જે બાદ આ સમગ્ર ઘટના ઘટી છે. લઠ્ઠાકાંડથી મૃત્યુ થતા બોટાદ અને ધંધુકામાં હાહાકાર મચી ગયો છે. મોતનો આંકડો વધી શકે છે. તો સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે.
હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધાશે
આ લઠ્ઠાકાંડમાં હાલ 20થી વધુ લોકો સારવાર હેઠળ છે. બોટાદ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાના જણાવ્યા અનુસાર આ કેસમાં લોકોના મોત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશ અને મૃત્યુ સહીતની કલમો અંતર્ગત ગુનોનોંધવામાં આવશે.
રોજીદના 9 લોકોને ભાવનગર લઇ જવાયા
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડના દર્દીઓને ભાવનગર લઇ જવામાં આવ્યા છે. રોજીદ ગામના 9 લોકોને108 મારફતે તમામને ભાવનગર સર.ટી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં બે લોકો ગંભીર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. આ 9 લોકોમાં વિનુભાઈ હનુભાઈ ખોદડા બલવંત ભાઈ, શાંતિ ભાઈ, અનિલભાઈ બળદેવભાઈ, દેવજીભાઈ નાનુભાઈ અને ભુપતભાઇ જીમાભાઈ વિરગામા નામના પુરુષોનો સમાવેશ થાય છે.
રોજીદના સરપંચે પોલીસને કરી હતી જાણ
મળતી માહિતી મોજબ બોટાદના રોજીદ ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી. રોજીદ ગામના જાગૃત સરપંચે બરવાળા પોલીસ સ્ટેશનમા અનેક વાર મૌખીક રજુઆત અને અરજી આપી હતી. તેમને સ્થાનિક બુટલેગરો દારૂનું બેફામ વેચાણ કરે છે છતાં બરવાળા પોલીસ તરફથી કોઇ પણ પગલામા આવતા ન હતા અને પોલીસની નિષ્ક્રીયતા અને ઉપર અધિકારીઓની પણ નિષ્ફળતા હતી, જેથી એમને આ અંગે સ્થાનિક પોલીસને તાકિદ કરતા આવે ત્વરિત પગલામા ભરવાની માંગણી કરી હતી.
આ પણ વાંચો :
BOTAD : બોટાદ લઠ્ઠાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી, તપાસ માટે SITની રચના, FSLની પણ મદદ લેવાશે