સુરેંદ્રનગરના થાન તાલુકાના નવાગામમાં માતાએ પોતાની 9 માસની દીકરીને ફાંસો આપી પોતે પણ જિંદગી ટૂંકાવી લીધી હતી. માતાએ પોતાની નવ મહિનાની દીકરી નિહારિકા રાજેશભાઇ ડાભીનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. થાન પોલીસે બંને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.


મળતી જાણકારી અનુસાર, થાનના નવાગામમાં રહેતી ભાવુબેન રાજેશભાઈ ડાભીએ ઘર કંકાસથી કંટાળીને પ્રથમ પોતાની 9 માસની બાળકીને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.  ત્યારબાદ પોતે પણ મોતને વ્હાલુ કરી લીધું. પોલીસે બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.  પોલીસે મૃતક માતા સામે બાળકીની હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના પાછળ ઘર કંકાસ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.  મૃતક પરિણીતા સંયુક્ત કુંટુબમાં રહેતી હતી. જેને પરિવારથી અલગ રહેવું હતું. આ મુદ્દે પતિ સહિતનાઓ સાથે કંકાસ ચાલી રહ્યો હતો.


Crime News: ભાઈ બનીને પ્રેમિકાના સાસરી પહોંચ્યો યુવક


ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાના શાહાબાદમાં એક યુવતીના તેની સહમતિ વગર કોઈ અજાણ્યા પુરુષ સાથે લગ્ન કરી દેવાયા હતા.  સાસરે પહોંચ્યા બાદ આ અંગે તેના પ્રેમીને જાણ થતાં તે યુવતીનો માસિયાઇ ભાઈ બનીને ત્યાં પહોંચ્યો હતો. તેણે યુવતીને બે લાફા માર્યા હતા. જે બાદ બંને વચ્ચે અફેર હોવાનો ધડાકો થયો હતો. પોલીસે વાત શાંતિથી સાંભળ્યા બાદ તેનો હાથ લોકઅપમાં બંધ પ્રેમીને સોંપ્યો હતો. પોલીસે યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે કાનપુર મોકલી આપી હતી.


શું છે મામલો


શાહજહાંપુરના રામચંદ્ર મિશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતી રેલવે કોચિંગ કરી રહી હતી.  તેની સાથે જ કાનપુરના કલ્યાણપુરમાં રહેતો યુવક કોચિંગ પણ કરતો હતો. બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો. થોડા દિવસો પછી બોયફ્રેન્ડ  તેના ઘરે ગયો. જ્યારે 14 મેના રોજ યુવતીના પરિવારજનોએ તેના લગ્ન શાહાબાદ શહેરના મહોલ્લાના એક યુવક સાથે કરાવ્યા હતા. આ વાતની જાણ પ્રેમીને થતાં  માસિયાઈ ભાઈ બની ગયો અને પ્રેમિકાના સાસરીમાં પહોંચી ગયો હતો. અહીંયા બંને શરીર સુખ માણતા હતા ત્યારે યુવતીનો પતિ જોઈ ગયો હતો. જે બાજ પતિએ પ્રેમિકાને થપ્પડ મારી હતી. પ્રેમિકા પર હાથ ઉપાડનારા પતિને તેણે ફટકાર્યો હતો. જે બાદ પતિએ આ અંગે તેના સાસરિ પક્ષને જાણ કરી પ્રેમીને પોલીસને હવાલે કરી દીધો હતો. મંગળવારે પોલીસે બંને પક્ષોને કોતવાલી બોલાવ્યા હતા.