Narmada: બાગેશ્વર ધામના બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીના સમર્થન માં સાંસદ મનસુખ વસાવા આવ્યા છે.  છેલ્લા બે ત્રણ દિવસથી બાબા બાગેશ્વરના ગુજરાત આગમનના પગલે રાજનીતિ ચરમ સીમાએ પહોંચી છે ત્યારે આજે નર્મદા જિલ્લા ભાજપની રાજપીપળાના  ટાઉનહોલ ખાતે જિલ્લા કારોબારી યૌજવામાં આવી હતી.


આ કાર્યક્રમ બાદ સાંસદ મનસુખ વસાવા ખુલીને બાબા બાગેશ્વરજીના સમર્થનમાં આવ્યા છે. સાથે રામ રાજ્યની બાબાની વાતને પણ સમર્થન આપ્યું હતું.  ભાજપએ રાષ્ટ્રવાદી વિચારધારા વાળી પાર્ટી છે. બાબા સમાજ સુધારણા સારું કામ કરે છે.  રામરાજ્યમાં હિન્દૂ જ નહીં તમામ ધર્મના લોકો રહે તેવી વાત છે.  રામ રાજ્ય દેશની સુખા કારી માટે જરૂર છે.  આગામી 2024 ની લોકસભાની ચૂંટણીમાં હિન્દૂ કાર્ડ નહીં પણ  વડાપ્રધાન મોદીના અસરકારક કામો ના આધારે લડવાના છીએ વાત પણ સાંસદે કરી હતી. 


બાબા બાગેશ્વરને લઈને ગુજરાત કોંગ્રેસમાં બે ફાંટા


ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઈ તે પહેલા જ વિવાદ શરુ થઈ ગયો છે. જો કે, હવે ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને કોંગ્રેસમાં બે ફાંટા સામે આવ્યા છે. રાજકોટ કૉંગ્રેસના નેતા ડો હેમાંગ વસાવડાનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. કોંગ્રેસના કેટલાક નેતા તેના સમર્થનમાં છે તો કેટલાક વિરોધ કરી રહ્યા છે.


 રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓમાં બાબા બાગેશ્વરને લઈને ફાંટા જોવા મળી રહ્યા છે.  રાજકોટ પ્રદેશ કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપુતનું સનસંનીખેજ નિવેદન, આ તો ભાજપના બાબા છે. મહેશ રાજપૂતે કહ્યું, બાબા વાઘેશ્વર સંત નથી બાબા છે. મોટાભાગના પોસ્ટરોમાં ભાજપના જ નેતાઓના ફોટા છે. બાબા રામદેવ ચાલી શકે તેમ નથી એટલે નવા બાબા આવ્યા છે માર્કેટમાં. કોઈ સંત ચમત્કાર ન કરી શકે. ગઈકાલે મોરારીબાપુ એ પણ કહ્યું હું આને નથી ઓળખતો. સુરતના પોસ્ટરોમાં પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના ફોટા જોવા મળ્યા. ડોક્ટર હેમાંગ વસાવડાના નિવેદનને મહેશ રાજપૂતે વ્યક્તિગત ગણાવ્યું છે.


શું કહ્યું હેમાંગ વસાવડાએ


તો હેમાંગ વસાવડાએ કહ્યું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્યદરબારમાં નરેન્દ્ર મોદી,અમિત શાહ અને ભાજપનો પ્રચાર કર્યો હોઈ તેવું મારા ધ્યાને નથી. ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજીના ઉપાસક છે અને ધર્મપ્રચારક છે. રાજકોટ ખાતે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ સોશિયલ મીડિયામાં સમર્થકો  એક્ટિવ થયા છે. વોટ્સેપ,ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના  સોશિયલ મીડિયામાં સમર્થકો પોસ્ટ કરી રહ્યા છે. " I SUPPORT BAGESHWAR DHAM SARKAR " ના લખાણ મૂકવામાં આવ્યા છે.