ભુજમાં એક સલૂનમાં એક NRI મહિલાની છેડતી થયાની ઘટના બની છે. ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પર આવેલા સલૂનમાં કામ કરતા યુવકે એનઆરઆઇ પરિણિત મહિલા સાથે દુરવ્યવહાર કરતા મહિલાએ આ મામલે ફરિયાદ કરી છે.
ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ વિસ્તારમાં આવેલી રોકસ્ટાર ફેમિલી સલૂનમાં એનઆરઆઇ પરણિત મહિલા હેર સ્ટ્રેટનિંગ માટે પહોંચી હતી જો કે અહીં તેની સાથે અહીં કામ કરતા યુવકે છેડછાડ કરતા યુવતીએ શખ્સ વિરૂદ્ધ સમગ્ર મામલે ભુજ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની પૂછપરછ હાથ ધરી છે.
Surat: પિત્ઝા ખાવાના શોખીનો ચેતી જજો! મોટી મોટી રેસ્ટોરન્ટના નમૂના થયા ફેલ,જોઈ લો લીસ્ટ
સુરત: પિત્ઝાનું નામ પડતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આજકાલ પિત્ઝાનો ટ્રેન્ડ ખુબ વદ્યો છે. નાનાથી લઈને મોટેરા સુધી બધા લોકો પિત્ઝાના દિવાના છે. જો કે, પિત્ઝા ખાતા લોકોને હવે ચેતવાની જરુર છે. કારણ કે, સુરતમાં ડેન્સ પિત્ઝા,ગુજ્જુ કાફે સહિત 6ના ચીઝ અને માયોનીઝના નમૂના ફેલ થયા છે. જેને લઈને 40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં ખાદ્ય સામગ્રી વેચનારા દ્વારા ગુણવત્તા યુક્ત ખોરાક વેંચવામાં આવતો ન હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. સુરત શહેરના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા સારી ન હોવાની વાત સામે આવી છે. ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. 6 જેટલા નમૂના ફેલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
આ 6 સંસ્થાના નમૂના ફેઈલ ગયા
સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ (પિઝા હટ) ઘોડદોડ રોડ
પ્રેરણા હોસ્પિટાલિટી (કેએસ ચારકોલ) પીપલોદ
ડેન્સ પિઝા, અડાજણ
ગુજ્જુ કાફે, જહાંગીરાબાદ
જુબિલિયન્ટ ફૂડ વર્ક્સ લિ.(ડોમિનોસ પિઝા) ભરથાણા (વેસુ)
ધ કેરાલા સ્ટોરી મુવીને સ્પેન્સર કરનાર આણંદના વેપારીને મુસ્લિમ આગેવાનોએ મંગાવી માફી
ધ કેરાલા સ્ટોરી મુવીને સ્પેન્સર કરનાર આણંદના એક વેપારીને મુસ્લિમ આગેવાનોએ માફી મંગાવી છે. આણંદના વેપારીએ મુસ્લીમ સમાજની માફી માગતો વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આણંદના વેપારીએ માફી માગતા કહ્યુ કે મે સ્પોન્સરશિપ પરત લીધી છે. વેપારીએ સ્પોન્સર કર્યા બાદ મુસ્લિમોએ સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ શરૂ કર્યો હતો. આણંદના મુબારક ટેલર્સ નામની દુકાન ધરાવતા ધર્મેશ બાલીનો મુસ્લિમ સમાજ દ્વારા બોયકોટ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના દ્વારા અપાયેલા ઓર્ડર રદ્દ કરવાનું શરૂ થયુ હતુ. ત્યારબાદ મુસ્લિમ સમાજના લોકોએ તેમનો ફોન અને સોશ્યલ મિડિયામાં વિરોધ શરુ થયો હતો.
આણંદના વેપારી પાસે માફી મંગાવતા વિડિયામાં દેખાતા મુસ્લીમ આગેવાને પણ આ મુદ્દે સ્પષ્ટતા કરતો વિડિયો પોસ્ટ કર્યો છે. તોસિફ ભાઈ મુસ્તુફાભાઈ વ્હોરા કહ્યુ કે, ધર્મેશભાઈ મારા મિત્ર છે મે તેમની પાસે માફી મંગાવી નથી. ઘર્મેશભાઈ ફિલ્મના સ્પોન્સર થતા વિરોધ શરૂ થયો હતો તે માટે તેમણે ફોન કરી મને બોલાવ્યો હતો. તેમણે મને કહ્યુ હતુ કે, મુસ્લિમ સમાજના મારા ઘણા ગ્રાહકો છે.
મે ફિલ્મ સ્પોન્સર કરતા મુસ્લિમ સમાજ ખુબ નારાજ થયો છે અને મારા ઘણા ઓર્ડર રદ્દ થયા છે. મે સ્પોન્સરશીપ રદ્દ કરી છે અને હું માફી માગુ છું આવો વિડિયો તમારા સમાજના ગૃપમાં મુકી આપો. હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે કોઈ ગેરસમજ ઉભી ન થાય અને એકતા જળવાય રહે તે માટે વિડિયો પોસ્ટ કર્યો હતો.