મુંબઈ: કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત શહેર મુંબઈમાં હવે ફ્રીમાં કોવિડ-19 ટેસ્ટ થશે. મુંબઈ મહાનગરપાલિકાએ આજે 244 સ્થળો પર ફ્રીમાં કોરોના ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જો તમે મુંબઈમાં રહો છો અને તમને કોરોનાના લક્ષણ છે તો તમે બીએમસીની હેલ્પલાઈન અથવા 1916 પર સંપર્ક કરી નજીકના કેંદ્રની જાણકારી લઈ ત્યાં ફ્રી કોરોના ટેસ્ટ કરાવી શકો છો.


મુંબઈમાં અત્યાર સુધીમાં 54 સ્થળો પર કોરોના ટેસ્ટ કરવાની સુવિધા હતી પરંતુ હવે બીએમસી શાસિત ક્લિનિક, હોસ્પિટલ મળી આજથી 244 સ્થળો પર ફ્રીમાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આશરે 300 સ્થળો પર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. અન્ય જગ્યાઓ પર એન્ટીજન ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ હશે. આ તમામ સ્થળોની જાણકારી http://stopcoronavirus.mcgm.gov.in પર લોકોને ઉપલબ્ધ થશે. દરરોજ સવારે 10થી 12 વાગ્યા વચેચે આ 244 સ્થળો પર ટેસ્ટ કરવામાં આવશે. અહીં વોક-ઈન ટેસ્ટ કરવામાં આવશે એટલે કે કોઈ બુકિંગ અથવા સમય નહી લેવો પડે.

પ્રાઈવેટ લેબમાં કોરોના ટેસ્ટનો ચાર્જ ઓછો કરવામાં આવ્યો

મુંબઈમાં કોરોના ટેસ્ટ હવે વધારે સસ્તો થશે. મુંબઈમાં પ્રાઈવેટ લેબમાં કોરોના ટેસ્ટ માટે હવે વધારેમાં વધારે તમારે 1800 રૂપિયા આપવા પડશે. કોવિડ સેન્ટરમાં ટેસ્ટ કરવામાં પર 1400 અને ઘરે બોલાવી ટેસ્ટ કરવા પર 1800 રૂપિયા આપવા પડશે.