પાટણના રાધનપુરમાં વરરાજાની જાહેરમાં હત્યા થતા ખળભળાટ મચી ગયો હતો. લગ્નના એક દિવસ અગાઉ વરરાજાની હત્યા થતા લગ્નનો અવસર માતમમાં ફેરવાયો હતો. મળતી જાણકારી અનુસાર, પાટણના રાધનપુરમાં વિપુલ ઠાકોર નામના યુવકના આવતીકાલે લગ્ન હતા. જેના કારણે લગ્નની ખરીદી માટે તે નીકળ્યો હતો. દરમિયાન જાહેરમાં છરીના ઘા ઝીંકી વિપુલ ઠાકોરની હત્યા કરી દેવામાં આવી હતી. વિપુલ ઠાકોર સમીના અમરાપુરનો રહેવાસી હતો અને લગ્નની ખરીદી માટે રાધનપુર આવ્યો હતો


વિપુલ ઠાકોર પોતાના લગ્નની ખરીદી માટે રાધનપુર આવ્યો હતો તે દરમિયાન છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જાહેરમાં હત્યા કરવામાં આવતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તેનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.


Ahmedabad: રમતા રમતા બાળક સાબરમતીમાં પડ્યું, તેને બચાવવા જતા માતાપિતા પણ ડૂબવા લાગ્યા ત્યાં જ દેવદૂત બનીને આવી પોલીસ


અમદાવાદ: વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગઈકાલે રિવરફ્રન્ટ પર પોતાના દીકરા સાથે ફરવા આવેલ એક દંપત્તિ સાથે દુર્ઘટના ઘટી હતી. હકિકતમાં જ્યારે આ દંપત્તિ રિવરફ્રન્ટમાં બેઠું હતું ત્યારે તેમનો દીકરો નદીમાં પડી ગયો હતો. જે બાદ પોલીસે બોટ મારફતે રેસ્ક્યુ કરી સુરક્ષિત રૂપે બહાર કાઢ્યો હતો.


આ અંગે વિગતે વાત કરીએ તો મહંમદ જુબેર ગુલામ મુસ્તુફા શેંખ નામના વ્યક્તિ પોતાની પત્ની ફરહોના તથા 3 વર્ષના દિકરા મહંમદ યુહાન સાથે રીવરફ્ર્ન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિવરફ્ર્ન્ટ વોક-વેના ભાગે ફરવા માટે આવ્યા હતા.  સ્કાઈલાઈન નજીક સરદાર બ્રિજ નીચે રિવરફ્ર્ન્ટની બેઠક ઉપર બેઠેલ હતા, તે સમયે વખતે નાનો દીકરો મહંમદ યુહા રમકડા સાથે રમતો હતો. તે દરમિયાન રમકડું સાબરમતી નદીમાં પડતા બાળક પણ સાબરમતી નદીમાં પડ્યું. જેને બચાવવા બાળકની માતા ફરહોના તથા પિતા મહંમદ જુબેર પણ નદીમાં પડ્યા, પરંતુ તેઓને તરતા આવડતુ ન હતુ. જેથી તેઓ ડુબવા લાગ્યા.


 આ વખતે જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનની પી.સી.આર. ગાડીના ઓ.એસ.ડી. ભરત ગંભુભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ અરવીંદભાઇ મોતીભાઇએ રસો નાખી બચાવવાનો પ્રયાસ કર્યો. તે દરમ્યાન રીવરફ્ર્ન્ટ તરફથી રાખવામાં આવેલ બોટ તાત્કાલિક બોલાવી સહી સલામત નદીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આમ ત્રણેયનો જીવ બચાવી ઉત્તમ કામગીરી કરી હતી.


સ્ટેટ મોનિટરિંગ સેલે ગાડીનો પીછો કરી 6925 દારૂની બોટલ ઝડપી


 ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બનાસકાંઠામાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.  વિજિલન્સે રાજસ્થાન તરફથી આવતી બે ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.  કોતરવાડા કેનાલથી દેવપુરા કેનાલ સુધી ગાડીનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપયો છે.8,26,643 રૂપિયાના મુદ્દા માલ સાથે 6925 દારૂની બોટલ મળી આવી છે.  ગાડી સહિત 14,26,643 નો મુદ્દા માલ કબજે કરી ફરાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વાવ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.