Hijab controversy:હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા દરમિયાન અંકલેશ્વરમાં  એક સ્કૂલમાં હિજાબના કારણે વિવાદ અને વિરોધનો માહોલ સર્જાયો હતો. બોર્ડની પરીક્ષામાં ઓળખ માટે અને નિયમ મુજબ સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ દૂર કરવાનું કહેતા મુસ્લિમ વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો.પરીક્ષાની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે વિદ્યાર્થીનીઓના નકાબ કાઢવા માટે કહેવાયું હતું. કારણ કે, હિજાબ અથવા માથા, મોઢા ઢાંકીને પરીક્ષા નહિ આપવા શિક્ષણ બોર્ડનો આદેશ છે. બોર્ડના નિયમ મુજબ પરીક્ષાર્થીનો  80 % ચેહરો CCTV દેખાવો જોઈએ આ કારણે હિજાબને દૂર કરવાનું સૂચન અપાયું હતું. આ ઘટના ગણિતના પેપરમાં લાયન્સ સ્કૂલ અંકલેશ્વર GIDC માં બની હતી, અંદાજીત 20 જેટલી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ  હિજાબને લઇ રજૂઆત કરાઇ હતી. જ્યારે સ્કૂલ મેનેજમેન્ટે હિજાબ દૂર કરવા નિયમ મુજબ સૂચન કર્યું તો મુસ્લિમ વાલીઓ પણ આ નિયમથી નારાજ થયા હતા અને ફરિયાદ કરી છે. વાલી અને વિદ્યાર્થિઓનો હિજાબ કાઢવા માટે ગેર વર્તણુક કર્યાનો પણ આરોપ હતો. જેને લઇને સીસીટીવી ચેક કરાતા ફરિયાદ સાચી ઠરી હતી અને જિ્લ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરતા  જવાબદાર અધિકારીની બદલી કરી દેવાઇ છે.


દેશમાં  સૌથી ચર્ચિત હિજાબ વિવાદ શું હતો


આ મામલો ઓક્ટોબર 2021 થી શરૂ થયો, જ્યારે PU કોલેજની કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવાની માંગ કરવા લાગી. આ પછી મામલો દબાવી દેવામાં આવ્યો, પરંતુ 31 ડિસેમ્બર 2021ના રોજ, ઉડુપીની સરકારી PU કોલેજમાં હિજાબ પહેરેલી 6 વિદ્યાર્થીનીઓને ક્લાસમાં આવતા અટકાવવામાં આવી. જે બાદ કોલેજની બહાર દેખાવો શરૂ થયા અને મામલો ચર્ચામાં આવ્યો અને આખરે  મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.                 


હાઈકોર્ટે આખરે હિજાબ કેસ પર પોતાનો ચુકાદો આપતા કહ્યું કે ધાર્મિક દૃષ્ટિકોણથી હિજાબ ફરજિયાત નથી. તેથી જ તે શૈક્ષણિક સંસ્થાઓમાં પહેરી શકાતી નથી. હાઈકોર્ટે અરજદારોની અપીલ ફગાવી દીધી હતી, જેમાં હિજાબને મહિલાઓનો મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો. કોર્ટે સરકારને આદેશ પસાર કરવાનો અધિકાર પણ આપ્યો હતો.આ પછી મામલો શાંત થયો અને સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી શરૂ થઈ. સુપ્રીમ કોર્ટે 22 સપ્ટેમ્બર 2022ના રોજ હિજાબ કેસ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.