Gopal Italia Vs Kanti Amrutia: આજે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને કડવા પાટીદાર સમાજના મોટા આગેવાન નરેશ પટેલનો જન્મદિવસ છે! આ જન્મદિવસના ટાણે એમણે રાજકીય ખળભળાટ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે, ને ખાસ કરીને ઇટાલીયા અને અમૃતિયાના રાજીનામાં આપવા મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. એમણે સીધેસીધી ટકોર કરી કે, "પ્રજાએ 5 વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા હોય, તો પૂરા કરવા જોઈએ." આ સાથે જ એમણે કીધું કે, "મારી પાસે પ્રશ્ન સમાધાન માટે આવશે તો હું જરૂર નિરાકરણ કરીશ."

Continues below advertisement

રાજકારણમાં 'નહીં જોડાવું' - 2022 માં જ કીધું હતું!

નરેશ પટેલે રાજકારણમાં જોડાવા મુદ્દે ફરી એકવાર સ્પષ્ટતા કરી. એમણે કીધું કે, "મેં તો 2022 માં જ ચોખ્ખું કહી દીધું હતું કે, હું રાજકારણમાં નહીં જોડાવું." સમાજમાં જે સારા કામ કરતા હોય, એમના કામમાં કોઈએ રોડા ના નાખવા જોઈએ, એવી પણ એમણે ટકોર કરી. "સોશિયલ મીડિયામાં ખોટા વિવાદો કરવાને બદલે, સમાજના સારા કાર્યો કરવા દેવા જોઈએ," એમ પણ એમણે ઉમેર્યું. વિસાવદરમાં 'આમ આદમી પાર્ટી' (AAP) ની જીત મુદ્દે જ્યારે સવાલ કરાયો, ત્યારે એમણે હસતા હસતા કીધું કે, "આજે જન્મદિવસ છે, રાજકીય પ્રશ્નો ન કરો તો સારું!"

Continues below advertisement

નોંધનીય છે કે, ગુજરાતના રાજકારણમાં અત્યારે 'ચેલેન્જ'નું જોરદાર ચર્ચા ચાલે છે, ને એમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક મોટો દાવ રમ્યો છે! અમૃતિયાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ ખુલ્લેઆમ સ્વીકારી લીધી છે, ને કહી દીધું છે કે, "હું તો રાજીનામું આપવા તૈયાર છું!" આ તો મોરબીમાં હવે 'મોરે મોરાનો' જંગ જામે એવું લાગી રહ્યું છે!

અમૃતિયાનો ખુલ્લો પડકાર: 'આવો ગોપાલ, ભેગા રાજીનામું આપીએ!'

કાંતિ અમૃતિયાએ ચોખ્ખું કહી દીધું છે કે, "આવતા સોમવારે હું ને ગોપાલભાઈ બેય વિધાનસભા અધ્યક્ષ પાસે જઈને ભેગા જ રાજીનામું આપીએ. રાજીનામા આપ્યા પછી, મોરબીમાં આપડે ચૂંટણી લડીએ." અમૃતિયાએ પોતાની વાતમાં ભાર મૂકતા કીધું કે, "હું પાકી જબાનનો માણસ છું. જો હું મોરબીથી હારીશ, તો તમને ₹2 કરોડ આપીશ!" એમણે તો ત્યાં સુધી કીધું કે, "જો હવે ગોપાલ પોતાની વાતથી ફરશે, તો એના બાપમાં ફેર નહીં! ને જો હું ફરું, તો મારા બાપમાં ફેર હોય!" આટલી કડક ભાષામાં એમણે ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો છે.

'તમે એકવાર ચૂંટાયા, હું સાત વાર લડ્યો છું!'

કાંતિ અમૃતિયાએ આ નિવેદન ગોપાલ ઇટાલિયાને આપ્યું, ને આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ નિશાન સાધ્યું. એમણે કીધું કે, "તમે તો ખાલી એકવાર ચૂંટાયા છો, ને હું તો સાત વાર ચૂંટણી લડ્યો છું." એમણે ઉમેર્યું કે, "આવતા સોમવારે અધ્યક્ષની સામે આપણે રાજીનામું આપી દઈએ, પછી ચૂંટણી આવે એટલે ખબર પડી જાય કોનામાં કેટલો દમ છે!"

અમૃતિયાએ પોતાના મોરબીના કાર્યકર્તાઓ પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો, ને કીધું કે, "તમે અહીં આવો, તમારા આપના દેશના તમામ નેતાઓ આવે ને આપણે ચૂંટણી લડીએ." એમણે આપ પાર્ટી પર કટાક્ષ કરતા કીધું કે, "વિસાવદરમાં એક સીટ જીત્યા એટલે આપના કાર્યકરોએ ને નેતાઓએ આટલો બધો ઉપાડો લીધો છે!"