Narmada Dam:નર્મદા ડેમના લોકાર્પણને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે ઉપરાંત નર્મદા ડેમમાં નવા નીરના કારણે તેની જળસપાટીમાં પણ સતત વધારો થયો છે,. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર થઈને પ્રથમવાર 138.68 મીટરે નોંધાઈ છે. જે  મહત્તમ સપાટીએ પહોંચી જતા સીએમ નર્મદા ડેમ પહોંચ્યા હતા અને  વિધિવત પૂજન અર્ચન કર્યું હતું.


ઉલ્લેખનિય છે કે, પીએમ મોદીએ આજે તેમના જન્મદિવસના અવસરે 17 સ્પેટેમ્બર 2017 ના રોજ આ નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું.  જેના કારણે પણ  ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે. જેને કારણે નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવાયો છે.  સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા ડેમ પહોંચ્યા હતા અને પૂજા વિઘિ બાદ ડેમની જળસપાટી વધતા તેની અસર નીચે આવતા ગામની સમીક્ષા કરી હતી.


 



ઉલ્લેખનિય છે કે, નર્મદા ડેમમાં પાણી છોડવાને પગલે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRF ની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પાંચ પુરુષ, ૧૦ બાળક બાળક તથા એક મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરાના નીચાણવાળા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.                                                                                                                                                   


આ પણ વાંચો 


Gujrat Rain Forecast: રાજયના આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ


PM Modi Birthday Live Updates: PM મોદીના જન્મદિવસને આ રીતે ખાસ બનાવશે BJP, દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભકામના


Rain Forecast : ગુજરાતમાં કેટલા દિવસ સુધી હજું પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


Vadodara Rain: ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લામાં 1000 લોકોનું સ્થળાંતર, 11 ગામ એલર્ટ પર, ગરુડેશ્વર હાઈવે પાણીમાં ગરકાવ