પંચમહાલ: યાત્રાધામ પાવાગઢ માચીથી ડુંગર તરફ જવાના માર્ગ ઉપર જંગલ વિસ્તારમાં યુવક યુવતીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે.  વૃક્ષની ડાળી સાથે ઓઢણી વડે ગાળિયો બનાવી યુવક યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.  યુવક યુવતી ગોધરા તાલુકાના પઢિયાર ગામનાં હોવાની હકીકત  સામે આવી છે. આપઘાત કરનાર યુવક યુવતી અલગ અલગ જાતિના અને બંને  એક બીજા સાથે પ્રેમ સંબંધ હોવાની હકીકત પણ સામે આવી છે. પાવાગઢ પોલીસે યુવક યુવતીના મૃતદેહ કબજે લઈ આપઘાત મામલે તપાસ હાથ ધરી છે. જો કે, આ બન્નેએ આ પગલુ કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ જ આપઘાતની હકિકત સામે આવી રહી છે.


 અમદાવાદમાંથી એક ઘરેલુ કંકાસ અને ઘરેલુ હિંસાનો મામલો સામે આવ્યો છે. શહેરમાં એક પરિણીતાએ પોતાના સાસરિયા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આરોપ છે કે, તેને ઘરમાં વધારે પડતો ત્રાસ આપી હેરાન પરેશના કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, શહેરમાં એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેને જણાવ્યુ છે કે, સાસરિયા પક્ષમાં તેને અવારનવાર ડીગ્રી બાબતે હેરાન કરવામાં આવી રહી છે, સાથે સાથે તેને દીકરીને જન્મ આપ્યો છે, તો સાસરિયા વાળા દીકરીના જન્મ પર તેને અવારનવાર મહેણા ટોણા મારી રહ્યાં છે. પરિણીતાનો આરોપ છે કે, તેને સાસરિયા તરફથી માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવામાં આવી રહી છે. અગાઉ ત્રણ વાર આ બાબતે ઝઘડો થયો અને સમાધાન કરવામાં આવ્યુ હતુ છતાં આ સિલસિલો યથાવત રહ્યો છે. 


પ્રેમ પ્રકરણમાં મારામારી, છોકરીના સગા છોકરાને કારમાં બેસીને અજાણી જગ્યાએ લઇ ગ્યાં, ને પછી ફટકાર્યો


અમદાવાદમાંથી સનસની ક્રાઇમ ન્યૂઝની ઘટના સામે આવી છે, પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પરિવારજનોએ છોકરાને ફોસલાવીને માર માર્યો હોવાની ઘટના ઘટી છે, મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા 21 વર્ષીય યુવકને તેની સાથે અભ્યાસ કરતી છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો, આ પ્રેમ સંબંધો આગળ વધ્યા, જોકે, આ વાતની જાણ છોકરીના ઘરવાળાને થઇ જતાં તેમને પ્લાન સાથે છોકરાને માર માર્યો હતો. 21 વર્ષીય યુવકને છોકરીના પરિવારજનોએ ચાંદખેડા વિસ્તારમાં તેની પ્રેમિકાને મળવા બોલાવ્યો હતો, જે પછી તેને ફોસલાવીને ગાડીમાં બેસાડીને અજાણી જગ્યાએ લઇ જઇને માર માર્યો હતો. આ ઘટનામાં છોકરીના પરિવારજનોએ છોકરાને માર મારીને મારી નાંખવાની પણ ધમકી આપી હતી, આ ઘટના બાદ છોકરાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.