Gujarat Rain: આજે સુરત અને અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ દાવા પોકળ સાબિ થયા છે. વરસાદ બાદની સ્થિતિને જોતા રાજ્યની બંન્ને મનપાની કામગીરી શૂન્ય દેખાઈ રહી છે. થોડા જ વરસાદમાં અમદાવાદ અને સુરતમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. સુરત, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે.
વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાંખી છે. થોડા જ વરસાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. પ્રિ-મોનસૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાયા છે. કોર્પોરેટરો રસ્તા નાગરિકોની હાલાકી સ્પષ્ટ જોવા મળી રહી છે. એટલું જ નહીં તલાવડી, એયરપોર્ટ સર્કલ, રાણીપ વિસ્તારમાં પણ પાણી ભરાવાથી વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકની સામનો કરવો પડી રહ્યો છે. સુભાષબ્રિજ, રાણીપ, ચાંદખેડામાં પણ પાણી ભાયા છે. અમદાવાદના મધ્ય અને પશ્ચિમ ઝોનમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. સુરતમાં પણ વરસાદ લોકો માટે આફત બન્યો છે. સુરતમાં અનેક વિસ્તારોમાં જળબંબાકર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સણીયા-અહેમદ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાનું શરૂ થયું છે.
રાજયમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સવારમાં વરસાદનું આગમન થયું. અહીં સાબરમતી, શાહીબાગ, રાણીપ,RTO સર્કલ વિસ્તારમાં વરસાદના કારણે મોટાપ્રમાણમાં પાણી ભરાયા છે. હેલમેટ સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ ભરાતા આખરે ફરી એકવાર મનપાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલ્લી છે. અમદાવાદમાં વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે.અમદાવાદનાતલાવડી, એયરપોર્ટ સર્કલ, રાણીપ વિસ્તારમાં એટલું પાણી છે કે વાહન ચાલક સહિત રાહદારી પણ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યાં છે.
અમદાવાદમાં ભારે વરસાદના કારણે મણીનગરમાં ઈમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. ઉત્તમનગર સ્લમ ક્વાર્ટરની ઈમારતનો ભાગ ધરાશાયી થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને જર્જરિત ઇમારતમાંથી રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે સદભાગ્યે હજું સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.