આણંદ: હાલમાં સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખેલૈયાઓ બે વર્ષ બાદ મનભરીને ગરબે ઘૂમી રહ્યા છે. જો કે આ દરમિયાન એક ચોંકાવનાર સમાચાર પણ આવ્યા છે. આણંદના તારાપુરમાં ગરબા રમતા રમતા યુવક મોતને ભેટયો છે. તારાપુરના મોરજ રોડ ઉપર આવેલ શિવ શક્તિપાર્ક સોસાયટીમાં ગરબા ચાલતા હતા તે દરમિયાન આ ચોંકાવનારી ઘટના બની છે. 


ગત 30 તારીખે રાત્રીના નવરાત્રી મહોત્સવ દરમ્યાન વિરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવકનો અચાનક ગરબા રમતા રમતા ઢળી પડયાનો વિડિયો સામે આવ્યો છે. યુવકને તાત્કાલીક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં જ યુવક મોતને ભેટ્યો હતો. ચાલુ ગરબામાં યુવકના મોતના બનાવનો વિડિયો તારાપુર પંથકમા પ્રસરી જતા ગરબા મંડળોમા ઘેરા શોકની લાગણી પ્રવતી છે. તો બીજી તરફ યુવકના મોતથી પરિવાજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગુજરાતનું આ ગામ વિકાસથી વંચિત



એક બાજુ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. સૌનો સાથ સૌનો વિકાસની ગુલબાંગો પોકારી રહી છે. ત્યારે આઝાદીના 75 વર્ષ બાદ પણ અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામડાઓને વિકાસના ફળ ચાખવા મળ્યા નથી. અમીરગઢ તાલુકાના માનપુરીયાના ગ્રામજનો માથે દર ચોમાસું મુશ્કેલીઓ લઈને આવે છે. 


બાળકોનો અભ્યાસ બગડે છે


અમીરગઢ તાલુકાના બોર્ડર પરનું ગામ માનપુરીયા આવેલું છે. જે માનપુરીયા-1 અને માનપુરીયા-2 ગામ વચ્ચે નદી આવેલી છે. આ ગામમાં આદિવાસી સહિતના તમામ અઢારે વર્ણના લોકો રહે છે. જોકે, ચોમાસું આવે અને ગ્રામજનોના માથે પનોતી બેસી જાય છે. દર ચોમાસે નદી આવતા બન્ને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે. બન્ને ગામ વચ્ચેનો રસ્તો કે નાળુ ન હોઈ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નદી આવતા શાળા માં અભ્યાસ કરતા બાળકોનો અભ્યાસ બગડે છે. જ્યારે દૂધ ભરાવવા જતા પશુપાલકોને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. અરે, ડિલેવરી સમયે દવાખાના જતા રસ્તામાં જ મહિલાને પ્રસુતિ થઈ જાય છે. તો ક્યારેક તો મોતને પણ ભેટે છે. આ અંગે તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પરિણામ હજી સુધી મળ્યું નથી.


માત્ર ઠાલા વચનો આપી સરકારી બાબુઓ કે નેતાઓ જતા રહે છે









રોડ વરસાદમાં ધોવાઈ ગયો


આશરે 2500ની વસ્તી ધરાવતા ગ્રામજનો રોડ, રસ્તાની તકલીફોથી પારાવાર યાતનાઓ વેઠી રહ્યા છે. અને હવે કંટાળીને સરકાર ન કરી આપે તો લોકફાળો ઉઘરાવીને રસ્તો બનાવવાની સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે. આમ, વિકાસની વાતો વચ્ચે  ઇકબાલ ગઢ કપાસિયા જતો રસ્તો   પણ રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે.  મોટા મોટા ખાડા  પણ રીપેર નથી થયા ત્યારે રોડ રસ્તાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગ્રામજનો ચોમાસુ આવતા જ પડનારી તકલીફોને લઈને કાંપી ઉઠે છે.