Navsari: સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને મફત આપવામાં આવતી ભોજન યોજના, મધ્યાહન ભોજન યોજનાને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, નવસારી જિલ્લામાંથી એક શાળાના ભોજનમાંથી મૃત ગરોળી નીકળતા હોબાળો મચી ગયો હતો. ખરેખરમાં નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામે પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત હાલતમાં ગરોળી નીકળી હતી, તે પછી પીરસાયેલા ભોજન સામે અને સવાલો ઉભા થયા હતા. 


ચીખલીના પીપલ ગભાણ ગામમાં જ્યારે બપોરના સમયે મધ્યાહન ભોજન કરવા પ્રાથમિક શાળાના બાળકો બેઠાં, તે સમયે દાળ અને ભાતમાં મૃત હાલતમાં ગરોળી નીકળી હતી. આ મૃત ગરોળી થાળીમાં ભાત ઉપર જ જોવા મળી હતી. આ દ્રશ્યનો જોઇને શિક્ષકો અને બાળકો ડગાઇ ગયા હતા, શિક્ષકોઓ આ પછી બાળકોને મધ્યાહન ભોજનનું ભોજન જમવા દીધુ ન હતુ. બાદમાં આ ઘટનાની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષમ વિભાગને થતાં તપાસનો દોર શરૂ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે. 


નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે ? જાણો સી.આર.પાટીલે શું કહ્યું


ગુજરાતમાં વધુ એક મહાનગર પાલિકાનો તખ્તો ગોઠવાઇ રહ્યો હોવાની વાત સામે આવી છે, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ મુદ્દે એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. ખરેખરમાં નવસારીને મહાનગરપાલિકા બનાવવા મુદ્દે સીઆર પાટીલે સંકેત આપ્યા છે. હાલમાં જ સીઆર પાટીલે કહ્યું છે કે, નવસારીને નવસારીને મહાનગરપાલિકા બનાવવા પ્રાથમિક તબક્કે સર્વે ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી નવસારીને માંગ ઉઠી રહી હતી. હાલમાં નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું નવસારી મહાનગરપાલિકા બને એવું અમે પણ  ઈચ્છી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે રાજ્યની સૌથી મોટી નગરપાલિકા છે નવસારી વિજલપોરની પાલિકા છે. નવસારીને મહાનગરપાલિકા બનાવવાની વાતો ચર્ચાતા સ્થાનિક નેતાઓમાં ખુશીનો માહોલમાં છવાઇ ગયો છે. 


વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે નવસારીમાં ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે અહીં મંત્રી દ્વારા મીસ્ટી પ્રૉજેક્ટની પણ શરૂઆત કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે અહીં રાજ્યના આદિજાતિ મંત્રી કુવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા, તેમની ઉપસ્થિતિમાં મિસ્ટી પ્રૉજેક્ટની પણ શરૂઆત કરવામાં આવી હતી. મિસ્ટ્રી પ્રૉજેક્ટ અંતર્ગત દરિયાકાંઠામાં ધોવાણ અટકાવવા માટે મેન્ગ્રુસ (ચેર)નું વાવેતર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ વાત છે કે, 1820 કરોડના ખર્ચે સમગ્ર દેશમાં કાંઠા વિસ્તારમાં મેન્ગ્રુસનું વાવેતર કરવામાં આવશે. નવસારી જિલ્લામાં 85 હેકટરમાં પહેલા વાવેતર શરૂ કરવામાં આવશે, જેમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના 3 ગામોમાં મેન્ગ્રુસનું વાવેતર કરવામાં આવશે.