બીલીમોરાઃ નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરામાં આઈસ ફેકટરીમાં એમોનિયા ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, બીલીમોરાના સરદાર માર્કેટ પાસે આવેલી હરિસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. ગેસ લીકેજની ઘટનાના કારણે 40થી વધુ લોકોને ઝેરી ગેસની અસર થઈ હતી. એક વ્યકિતનો શ્વાસ રૂંધાવા લાગતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેજવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.  ફાયરની ટીમે ભારે જહેમત બાદ સ્થિતિ કાબૂમાં લીધી હતી.


Ahmedabad: રાજ્યના અનેક વિસ્તારમાં આકાશમાં રહસ્યમય લાઈટ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું


અમદાવાદ: રાજ્યના અનેક વિસ્તારમાં ફરી રહસ્યમય લાઈટ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. આકાશમાં ફરી એકવાર રહસ્યમય લાઈટથી અનેક સવાલો ઉઠ્યા હતા. એક સીધી લાઈન ટ્યુબ લાઇટની જેમ જઈ રહી હોય તેવું દ્રશ્ય દેખાયું છે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આ લાઈટ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. 


ભાવનગરમાં આકાશમાં ફરી એકવાર રહસ્યમય લાઈટ દેખાઈ છે. ભાવનગરના ઉમરાળા તાલુકાના આકાશમાં રહસ્યમય લાઈટ દેખાઈ છે.


દાહોદ શહેરમાં આકાશમાં રહસ્યમય લાઈટ દેખાઇ. છે. રહસ્યમય લાઈટ દેખાતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. ટ્યુબ લાઇટની જેમ સીધી આકાશમાંથી પસાર થઈ છે. દાહોદ શહેરના આકાશમાંથી પસાર થતાં લોકોમાં આશ્ચર્ય થયું.અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં રહસ્યમય લાઈટ દેખાઈ છે. રાત પડતા જ આકાશમાં દેખાયેલી રહસ્યમય લાઈટથી કુતુહલ સર્જાયું છે. અરવલ્લીના મોડાસા, ટીંટોઈ સહિતના વિસ્તારમાં રહસ્યમય લાઈટ દેખાઈ.




 



અમરેલીના રાજુલા શહેરમાં આકાશમાં ઝળહળતો ચમકારા જેવો પ્રકાશ જોવા મળ્યો છે. આકાશમાં લાઈટ જેવા ચમકારા થતા હોય તેવા દ્રશ્યોના નજારો જોતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. સાજે સાત વાગ્યા આસપાસ આકાશમાં ઝળહળતા ચમકારાના દ્ર્શ્યો જોવા મળ્યા. આકાશમાં રહસ્યમય દ્રશ્યો નીકળતા અનેક તર્ક વીતર્ક સર્જાયા હતા. 


રાજકોટમાં ભાજપ કોર્પોરેટરની કોલેજમાંથી પેપર ફુટ્યાનો આરોપ


રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એચ. એન શુક્લ કોલેજમાંથી પેપર ફૂટવાનો મામલો હવે રાજકીય બન્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશો અને એચ. એન શુક્લ કોલેજના સત્તાધીશો આમને સામને આવી ગયા છે. રાજકોટમાં એચ.એન.શુક્લ કોલેજના પ્રમુખ નેહલ શુકલએ પ્રેસ કોફ્રરન્સ યોજી હતી. તમને જણાવી દઈએ કે, નેહલ શુક્લ રાજકોટ ભાજપના કોર્પોરેટર અને અગ્રણી નેતા છે. નેહલ શુક્લ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર પણ છે. કોલેજના કર્મચારી જીગર ભટ્ટ યુનિવર્સિટી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.


ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એચ.એન શુક્લ કોલેજના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. 111 દિવસ પછી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય છે નેહલ શુક્લ. તેમણે કહ્યું કે, આ પ્રકરણ સાથે કોલેજને કંઈ પણ લેવાદેવા નથી. હું યુનિવર્સિટી મામલે ખુલાસો કરીશ. જે પેપર લીક થયું તે સમયે સતાધીશોએ ગેરકાયદેસર પરિસ્થિતિ ઊભી કરી હતી. નીતિન પેથાની ગયા પછી પરીક્ષા વિભાગની કામગીરી નામ માત્રની રહી. 


 એચ.એન.શુક્લ કોલેજના સંચાલક નેહલ શુક્લએ પેપર લીક પ્રકરણમાં જીગર ભટ્ટ સામે થયેલા આરોપો ફગાવ્યા. તેમણે કહ્યું, પૂર્વ કુલપતિ પછીના સત્તાધીશોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિસ્ટમને ખોખલી કરી નાખી. કાર્યકારી કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ પોતાના જ આંકડાશાસ્ત્ર ભવનમાં રિસીવિંગ સેન્ટર રાખ્યું. અમરેલી જિલ્લામાં ખાનગી કોલેજને રિસીવિંગ કોલેજને આપ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય ત્રણ પરીક્ષાઓ લેવામાં આવી નથી, પરંતુ હવે લેવાય છે જે વિદ્યાર્થીઓના હિતમાં પણ નથી