Navsari: નવસારીના વાંસદામાં ચોરીની ઘટના સામે આવી છે, વાંસદા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઇમાં સુપર સ્ટૉરમાં 15 હજારથી વધુની રોકડ રકમની ચોરી થયાની ઘટના ઘટી છે. 


ઉનાઇમાં ગઇ કાલે સુપર સ્ટૉરમાં તસ્કરોએ હાથસફાઇ કરી છે, અને આ ઘટનામાં 150 હજારથી વધુની રકમ ચોરી કરવામાં આવી છે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. તસ્કરો સુપર સ્ટૉરમાં છતનું પતરુ તોડીને પ્રવેશ્યા હતા, અને સુપર સ્ટૉરમાંથી 15000 રોકડની ચોરી કરી, સાથે કાજુ-બદામની મિજબાની પણ માણી હતી. આ ઘટના બાદ લોકોમાં ચર્ચા છે કે, આ સમગ્ર ઘટનાને અંજામ આપનારા કોઇ જાણભેદુ જ હોઇ શકે છે. પોલીસે સીસીટીવીના આધારે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.


 


Ahmedabad: AMCના મલ્ટિલેવલ પાર્કિંગને જ બુટલેગરોએ દારૂનો બનાવ્યો અડ્ડો, 76 લાખનો મુદ્દામાલ જપ્ત


Ahmedabad: અમદાવાદમાં AMCના મલ્ટિલેવલ પાર્કિંગને જ બુટલેગરોએ દારૂનો અડ્ડો બનાવ્યો હતો. પાર્કિંગમાં મોંઘીદાટ ગાડીઓ રાખીને તેમાં જ દારૂને સંતાડી રાખતા અને ત્યાંથી ગ્રાહકોને ડિલિવરી આપતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે નવરંગપુરામાં મલ્ટિલેવલ કાર પાર્કિંગમાં દરોડો પાડતા કારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. દરોડામાં 918 દારૂની બોટલ અને 96 બીયરના ટીન મળીને 1.33 લાખનો દારૂ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે દારૂ તથા વૈભવી કાર સહિત 76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


ટોમેટો સોસની બોટલોની આડમાં છૂપાવેલો 33.76 લાખનો શરાબ-બિયરનો જથ્થો જપ્ત


રાજકોટના માળિયાના અણીયારી ટોલનાકા નજીકથી ટોમેટો સોસની આડમાં સંતાડીને લઇ જવાતો દારૂ ભરેલ ટ્રક એલસીબી ટીમે ઝડપી લઈને 5760 ઈંગ્લીશ દારૂની બોટલ, 3480 બીયરના ટીન અને 3420 ટોમેટો સોસની બોટલ તેમજ ટ્રક અને મોબાઈલ સહીત 33.76 લાખની કિમતનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન અમદાવાદ તરફથી એક  ટ્રક માળિયા તરફ જવાનો છે જે ટ્રકમાં ગેરકાયદે દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી. ટ્રક અણીયારી ટોલનાકા નજીક પહોંચતા ટ્રકને આંતરી લઈને તલાશી લેતા ટોમેટો સોસની આડમાં સંતાડી રાખેલ લાખોનો ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રકમાં રહેલ વ્હીસ્કીની બોટલ નંગ 5760 કિંમત રૂ 17,28,૦૦૦ બીયર ટીન 3480 કિંમત રૂ 3,48,૦૦૦ ટોમેટો સોસ બોટલ નંગ 3420 કીમત રૂ 2,95,800, ટ્રક આરજે 19 જીએ 3823 કિંમત રૂ 10 લાખ અને મોબાઈલ કિંમત રૂ 5૦૦૦ મળીને કુલ રૂ 33,76,800ની કિંમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.