Navsari News: નવસારીમાં પંચાયત બિલ્ડીંગના ઉદઘાટન બાબતે ભાજપ અને કોંગ્રેસમાં ખેંચતાણ થઈ હતી. બામણવેલ ગ્રામ પંચાયત ભવન સંદર્ભે તારીખ ભાજપે જાહેર કરી, પણ ઉદઘાટન કોંગ્રેસે કર્યુ હતું. ચીખલી તાલુકાના બામણવેલ ગ્રામ પંચાયત ભાજપ અને કોંગ્રેસની ખેંચતાણ વચ્ચે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ઉદઘાટન કરી દેવાતા વિવાદ થયો હતો. પંચાયત ભવનના ઉદઘાટનમાં જિલ્લા પંચાયત પ્રમુખ અનિવાર્ય કારણોસર ઉપસ્થિત નહીં હોવાના કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. ઉદઘાટનની મુલતવી રાખવાની જાણ કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને થતાં તેમણે આવી અને રીબીન કાપી નાખી હતી.
નવસારીના ચીખલી તાલુકાના બામણવેલ ગામે મનરેગા હેઠળ નવનિર્મિત ગ્રામપંચાયત ભવન બનાવાયુ હતું. જેનું લોકાર્પણ પ્રમુખ કોઈ કારણોસર ઉપસ્થિત ન રહેતા મુલતવી રાખવામાં આવ્યું હતું. ઉદઘાટન મુલતવી રહ્યું હોવાનું જાણ થતાં ધારાસભ્ય અનંત પટેલ પહોંચી ગયા હતા અને તેમના હસ્તે લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.