Navsari : નવસારી ચેન્નાઇને જોડતો ભરતમાલા પ્રોજેક્ટ સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે જે અંતર્ગત નવસારી જિલ્લામાં જમીન મુદ્દે વિરોધના સૂર ઉઠ્યા છે. 7/12 માં કાચી એન્ટ્રી લોક સુનાવણી પહેલાં જ પાડી દેતા લોકોમાં રોષ ફેલાયો છે. અગાઉ પણ આ મુદ્દે વિરોધ નોંધાયો હતો.


આદિવાસીઓની જમીન પ્રોજેક્ટમાં જશે
નવસારી જિલ્લામાં પાર તાપી રિવરલીન્ક યોજનાના વિરોધ બાદ હવે ભારત માલા પ્રોજેક્ટ પર લોકોની નજર ફરી છે. સુરત નાસિક અહમદનગર ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ જે નવસારી જિલ્લામાંથી પસાર થનાર છે જેમાં કેટલાય આદિવાસી વિસ્તાર એટલે કે વાંસદા અને ચીખલી તાલુકાના લોકોની જમીન ધરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. 


નવસારીના 27 ગામોમાંથી પસાર થાય છે પ્રોજેક્ટ 
નવસારી જિલ્લાના 27 જેટલા ગામોમાંથી આ પ્રોજેકટ પસાર થવાનો છે. જેને લઇને નવસારી પ્રાંત કચેરી ખાતે ભારતમાલા પ્રોજેક્ટ ને લઇ વિરોધના સૂર ઉઠ્યા છે. મહત્વનું છે કે અગાઉ વાંસદા તાલુકામા ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત જેમની પણ જમીન જાય છે તે તમામને વાંધા અરજી રજૂ કરી લોક સુનાવણી રાખવામાં આવી હતી. પરંતુ આ લોકો સુનાવણીનો વિરોધ લોકોએ કર્યો હતો. 


જોકે ત્યારબાદ ચીખલી તાલુકાના ગામોની લોક સુનાવણી તંત્ર દ્વારા આયોજીત કરવામાં આવી હતી પરંતુ લોક સુનાવણી પહેલાં જ અસરગ્રસ્ત ગામોની જમીનમાં તંત્ર દ્વારા 7 /12માં કાચી એન્ટ્રી પાડી દેતા વિરોધ ફરી નોંધાયો હતો.


બોટાદમાં લમ્પી વાયરસને કારણે અત્યાર સુધીમાં 22 પશુઓના મોત 
સમગ્ર રાજ્યની સાથે બોટાદ જિલ્લામાં પણ લમ્પી વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે.  દિવસે દિવસે અસરગ્રસ્ત પશુઓમાં વધારો  થઈ રહ્યો છે તો મૃત્યુઆંક પણ 22 પર પહોંચ્યો છે.  પશુપાલન વિભાગની  20 ટીમો સાથે રસીકરણ કરવામાં આવી રહ્યું છે.


ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં લંપી વાયરસનો હાહાકાર છે. ત્યારે પશુપાલકોમાં સતત ચિંતાનો વધારો થઈ રહ્યો છે. બોટાદ જિલ્લામાં દિવસેને દિવસે લંપી વાયરસના અસરગ્રસ્ત પશુઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તો અત્યાર સુધીમાં બોટાદ જિલ્લામાં 988 પશુઓ  અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે.


બોટાદ જિલ્લામાં લમ્પી વાયરસને કારણે  અત્યાર સુધીમાં 22 પશુઓના મોત થઈ ચૂક્યા છે. પશુપાલન વિભાગ દ્વારા અલગ અલગ 20 ટીમો બનાવી સતત કર્યશીલ બનાવી 81493 પશુઓનું  રસીકરણ કરવામાં આવ્યું છે. પશુપાલન અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો પણ છે.