Navsari Railway News: નવસારીમાં રેલવે કામદારોની ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે, આજે વહેલી સવારે એક ગંભીર રીતે અકસ્માતની ઘટના પ્લેટફોર્મ પર ઉભા રહેલા પેસેન્જર સાથે ઘટી છે, અહીં એક પેસેન્જરને ટ્રેક પરથી ઉછળેલી લોખંડનો ભારેભરખમ હથોડો વાગ્યો છે. ખરેખરમાં આ હથોડો રેલવે કામદારો ભૂલથી ટ્રેક પર ભૂલી ગયા હતા, જે ટ્રેન આવતા ઉછળ્યો હતો અને પેસેન્જરને વાગ્યો હતો. હાલમાં પેસેન્જર સારવાર હેઠળ છે. 

Continues below advertisement

મળતી માહિતી પ્રમાણે, નવસારી રેલવે સ્ટેશન પર એક ગંભીર અને મોટી રેલવે કામદારો બેદરકારી સામે આવી છે. આજે વહેલી સવારે નવસારીના રેલવે ટ્રેક પર તેજસ સૂપરફાસ્ટ ટ્રેઇન ઉથલી પડતાં પડતાં માંડ માંડ બચી છે. ખરેખરમાં થયુ એવું કે, આ પહેલા રેલવે ટ્રેક પર રેલવે કામદારોએ સમારકામ અને તપાસમાં લાગ્યા હતા, આ દરમિયાન રેલવે ટ્રેક પર એક મોટો ભારે ભરખમ લોખંડ હથોડો ટ્રેક પર જ ભૂલી ગયા હતા. આ પછી તેજસ સુપર ફાસ્ટ ટ્રેન નવસારીથી પસાર થઇ હતી, તે સમયે આ ટ્રેક પર જે વજનદાર લોખંડનો હથોડો રેલવે કામદારો ભૂલી ગયા હતા, તે ઉછળીને સીધો પ્લેટફોર્મ પર ઉભા રહેલા પેસેન્જરને વાગ્યો હતો. અચાનક આટલો વજનદાર હથોડો પેસેન્જરને વાગતા તે લોહીલુહાણ થઇ ગયો હતો, તેને છાતીમાં હથોડો વાગતા પાંસળી તૂટી હતી. ઘાયલ પેસેન્જર મૂળ દહાણુંનો હતો જેને અત્યારે તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ હૉસ્પીટલ બાદ વલસાડની હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.

કાકરાપાર નહેરથી દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાને મોટો ફાયદો, 1034 ગામોમાં સિંચાઇ માટે મળ્યુ પુરતુ પાણી

વિધાનસભા ગૃહમાં મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાએ કાકરાપાર યોજનાની મુખ્ય નહેરની કયા જિલ્લાઓના કેટલા ગામોના કેટલા વિસ્તારમાં સિંચાઇનો લાભ મળે છે, અને ડાબા તથા જમણા કાંઠા મુખ્ય નહેરની કુલ લંબાઈ અને વહનશક્તિ સંદર્ભે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, કાકરાપાર મુખ્ય નહેરથી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ એમ કુલ ૪ જિલ્લાના ૧૦૩૪ ગામોમાં ૨,૬૫,૨૫૯ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. કાકરાપાર યોજનામાં ડાબા કાંઠા મુખ્ય નહેરની કુલ લંબાઈ ૬૪ કિલોમીટર અને વહનશક્તિ ૩૮૫૦ ક્યુસેક છે. જ્યારે જમણા કાંઠા મુખ્ય નહેરની કુલ લંબાઈ ૬૪ કિલોમીટર અને વહનશક્તિ ૩૫૦૦ ક્યુસેક છે. 

Continues below advertisement

કાકરાપાર યોજનાની સંગ્રહશકિત ઉપરાંત જમણા કાંઠા મુખ્ય નહેરની મૂળ વહનક્ષમતા અને તેમાં કરાયેલા વધારા પાછળ કેટલો ખર્ચ થયો છે જેનો લાભ કેટલા વિસ્તારોને મળે છે, તે અંગે પૂછાયેલા પેટા પ્રશ્નના જવાબમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, કાકરાપાર યોજનાની સંગ્રહશકિત ૧૮૨૦.૦ મીલીયન ઘનફૂટ છે. કાકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેરની મૂળ વહનક્ષમતા ૨૪૮૦ ક્યુસેક હતી. તેમાં ૧૦૨૦ ક્યુસેકનો વધારો કરાયો છે જે મુજબ હાલની વહનક્ષમતા ૩૫૦૦ ક્યુસેક છે જેમાં કુલ ૩૮૫.૭૨ કરોડનો ખર્ચ કરાયો છે. વહનક્ષમતા વધવાથી સુરત અને ભરૂચ જિલ્લાના ૮ તાલુકાના ૩૧૩ ગામોના અંદાજે ૧,૧૮,૪૬૭ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.