કચ્છની દરિયાઈ સરહદ નજીકના આંતરરાષ્ટ્રીય દરિયાઈ વિસ્તારમાંથી 2000 કરોડના ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. ભારતીય નૌકાદળના ઇન્ટેલિજન્સ યુનિટના ઇનપુટના આધારે 800 કિલો ડ્રગ્સ છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 2000 કરોડ જેવી થાય છે. મુન્દ્રા પોર્ટ ઉપર ઝડપાયેલ 3000 કિલો ડ્રગ પછીનો આ મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે.
કચ્છની દરિયાઇ સરહદ નજીકના આંતરરાષ્ટ્રીય સમુદ્ર વિસ્તારમાંથી 800 કિલો ડ્રગ્સ પકડાયુ છે. અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. NCB અને ઈન્ડિયન નેવીનું જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ડ્રગ્સની અંદાજિત કિંમત 2000 કરોડ છે.
અમદાવાદ: હ્યુન્ડાઈ શો રૂમ ઉપર વિરોધ, બજરંગદળ દ્વારા કરવામાં આવી તાળાબંધી
ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટર્સ પાકિસ્તાને ટ્વિટર પર તેના સત્તાવાર હેન્ડલ પરથી કાશ્મીરની આઝાદીનું સમર્થન કરતાં વિવાદ સર્જાયો છે ત્યારે અમદાવાદમાં પણ હિંદુવાદી સંગઠનોએ હ્યુંડાઈ અને કેએફસીના એકમો પર તાળાબંધી કરી હતી. અમદાવાદમાં હ્યુંડાઈના શો રૂમ અને KFCને તાળાબંધી કરવામાં આવી હતી. આશ્રમ રોડ પર આવેલા હ્યુંડાઈના શો રૂમ બહાર પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું. ભારત વિરોધી પોસ્ટર લગાવનારા માફી માગે તેવી પણ માંગણી કરાઈ છે.
કાશ્મીરમાં અલગતાવાદીઓને સમર્થન આપતો પાકિસ્તાનમાં હ્યુન્ડાઈ ડીલર દ્વારા સંદેશ પોસ્ટ કરવા બદલ ભારતમાં સોશિયલ મીડિયા પર કંપનીના બહિષ્કારની માંગ કરવામાં આવી રહી છે. તે જ સમયે, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ હવે આ મામલે સ્પષ્ટતા આપી છે. કંપનીએ કહ્યું કે તે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં રાજકીય અથવા ધાર્મિક મુદ્દાઓ પર ટિપ્પણી કરતી નથી.
હ્યુન્ડાઈએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "તે સ્પષ્ટપણે હ્યુન્ડાઈ મોટરની નીતિની વિરુદ્ધ છે કે પાકિસ્તાનમાં સ્વતંત્ર માલિકીના ડિસ્ટ્રિબ્યુટરે તેના એકાઉન્ટમાંથી અનધિકૃત કાશ્મીર સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ્સ કરી છે."
કંપનીએ કહ્યું કે અમને પોસ્ટમાંથી એડ ન કરો
હ્યુન્ડાઈ મોટરે પણ નિવેદનમાં કહ્યું કે તે રાષ્ટ્રીયતાનું સન્માન કરવામાં માને છે. તેના પાકિસ્તાન યુનિટનું નામ લીધા વિના, કંપનીએ કહ્યું, 'હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાને અનિચ્છનીય સોશિયલ મીડિયા પોસ્ટ સાથે લિંક કરશો નહીં. અમે પોતે આવા દૃષ્ટિકોણને સમર્થન આપતા નથી.’
શું છે વિવાદ
વાસ્તવમાં, 5 ફેબ્રુઆરીએ પાકિસ્તાન દ્વારા કાશ્મીરી એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર હ્યુન્ડાઈ પાકિસ્તાન ઓફિશિયલના નામે ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ દ્વારા પાકિસ્તાનનું સમર્થન કરવામાં આવ્યું હતું. , જેને "સ્વતંત્રતા માટે સંઘર્ષ" કહેવામાં આવતું હતું. આ પછી #BoycottHyundai ભારતમાં ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું અને વપરાશકર્તાઓએ ટ્વિટ પછી ભારતમાં તેની પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની હાકલ કરી.