બનાસકાંઠા: ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી વધારે 1110 વ્યક્તિ સંક્રમિત થયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 55,822 પર પહોંચી ગયો છે. ત્યારે રવિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 35 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. બનાસકાંઠા જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 720 પર પહોંચ્યો છે.


રવિવારે બનાસકાંઠામાં એક જ દિવસમાં વધુ 35 પોઝિટિવ કેસ નોંધાયા છે. વાવમાં 3, લાખણીમાં 3 ,દિયોદરમાં 1, કાંકરેજમાં 7, ધાનેરામાં 1, ડીસામાં 7 કેસ સહિત કુલ 35 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. મહત્વની વાત એ છે કે, 35 કેસમાંથી ધાનેરા પોલીસ સ્ટેશનના બે આરોપીઓને પોઝિટિવ આવ્યો છે. અનલોક 1 પછી જિલ્લામાં લોકલ સંક્રમણના કારણે સતત પોઝિટિવ કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં હાલ 13131 એક્ટિવ કેસ છે, જેમાંથી 85 વેલ્ટીલેટર પર છે અને 13046 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 40365 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,42,370 ટેસ્ટ કરવામાં આવ્યા છે.