સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના બેકાબૂઃ ફક્ત 16 કલાકમાં જ નોંધાયા નવા 43 કેસ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2020 11:09 AM (IST)
જિલ્લાના સાયલા, લખતર, ચુડા, થાન તાલુકાના ગામોમાં રહેતા 15 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો છે.
NEXT
PREV
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં અનલોક-2માં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસો વધ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 16 કલાકમાં જ 43 નવા કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વધુ 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાના સાયલા, લખતર, ચુડા, થાન તાલુકાના ગામોમાં રહેતા 15 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 447 નોંધાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -