મહીસાગર જિલ્લાના આ તાલુકામાં આજે સામે આવ્યા કોરોનાના 9 કેસ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 May 2020 04:41 PM (IST)
મહિસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં 38 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે એકનું કોરોનાથી મોત થયું છે.
મહીસાગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે મહિસાગર જિલ્લામાં કોરોનાના વધુ નવ કેસો નોંધાયા છે. આ તમામ 9 કેસ કડાણા તાલુકાના છે. 5 પુરુષ અને 4 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યાર જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 81 એ પહોંચી છે. મહિસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં 38 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે એકનું કોરોનાથી મોત થયું છે. ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 12539 લોકોને કોરોના થયો છે, જેમાંથી 5219 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 749 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. હાલ, ગુજરાતમાં 6591 લોકો સારવાર હેઠળ છે. ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુઆંક અમદાવાદમાં છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 602 લોકોના મોત થયા છે.