અમદાવાદ ડોમેસ્ટિક એયરપોર્ટ પરથી ઈન્ડિગોની ચાર નવી ફ્લાઈટ શરૂ થઇ છે. વિન્ટર શિડ્યુલમાં 10 ડિસેમ્બરથી તિરુવનંતપુરમ, કોલકાતા અને કોચીની ફલાઈટ શરૂ થશે..જ્યારે 11 ડિસેમ્બરથી ગુવાહાટીની ફ્લાઈટ શરૂ કરવાનો ઇન્ડિગોએ નિર્ણય લીધો છે. અમદાવાદ એયરપોર્ટથી પ્રતિદિન ઈન્ડિગોના વિવિધ રૂટના ડોમેસ્ટિક ડિપાર્ચર કુલ 76ની આસપાસ થઈ જશે...અમદાવાદથી તિરુવનંતપુરમની ડાયરેક્ટ ફ્લાઈટ ઘણા સમય પછી શરૂ થશે આ ફ્લાઇટસ સપ્તાહમાં સોમવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર એમ ચાર દિવસ ઉડાન ભરશે..જ્યારે ગુવાહાટી અને કોલકાતાની ફ્લાઈટ ડેઈલી ઓપરેટ કરાશે...આ ચારેય સેક્ટર પર વન-વે ભાડુ 6 હજારથી 12 હજારની વચ્ચે રહેશે.
શારજાહ અને દુબઈ બાદ હવે સુરતના લોકો મોરેશિયસ પણ જઈ શકશે. સુરત એરપોર્ટથી મોરેશિયસ વાયા બેંગ્લોરની ફ્લાઈટ શરૂ થવાની છે. મુસાફરો સુરતથી ફ્લાઈટ લઈને બેંગલુરુ થઈને મોરેશિયસ જઈ શકશે. ઈન્ડિગો એરલાઈન્સની આ ફ્લાઈટનું બુકિંગ શરૂ થઈ ગયું છે.
આ ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારના રોજ ઓપરેટ થશે. સુરતથી બેંગલુરુ પહોંચ્યા બાદ મુસાફરો બીજી ફ્લાઈટ દ્વારા મોરેશિયસ જઈ શકશે. સુરત એરપોર્ટ પર હાલમાં શારજાહ, દુબઈ અને તાજેતરમાં શરૂ થયેલી બેંગકોકની સીધી ફ્લાઈટ છે.
સુરત એરપોર્ટ પર 54 ફ્લાઈટ હશે
મોરેશિયસ માટે ફ્લાઇટ શરૂ થવાથી પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે ચાર વિકલ્પો મળશે. ખાસ કરીને સુરત-બેંગકોક ફ્લાઇટની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. હવે સુરત એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓનો વિસ્તાર થતો જણાય છે. ઈન્ડિગોની નવી ફ્લાઈટ્સ સાથે હવે કુલ ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને 23 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉપલબ્ધ થશે. આ સાથે સુરત એરપોર્ટ પર અને ત્યાંથી કુલ 54 ફ્લાઈટ્સ હશે.
વેપારમાં વધારો થવાની અપેક્ષા છે
ઇન્ડિગોની નવી ફ્લાઇટ સેવા શરૂ થવાથી પ્રવાસીઓને મોરેશિયસ જવાની સુવિધા તો મળશે જ, પરંતુ પ્રાદેશિક પ્રવાસન અને વેપારને પણ વેગ મળશે. મોરેશિયસના દરિયાકિનારા, પ્રાકૃતિક સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસાને કારણે પ્રવાસીઓમાં તેનું આકર્ષણ વધી રહ્યું છે. હવે સુરતના લોકો તેને સરળતાથી પોતાની ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરી શકશે.