પાટણ: સિદ્ધપુર શહેરમાંથી સતત બે દિવસ પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવા ના મામલે આખું શહેર ભયભીત બનવા પામ્યું છે. સાથે આ માનવ અવશેષો કોના છે તેના પર પણ રહસ્ય અક બંધ રહેવા પામ્યું છે. પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમ ધમાટ શરુ કર્યો છે તો બીજી તરફ ગામ માંથી પણ એક યુવતી ગુમ થવા પામી છે જેની પણ કોઈ ભાળ મળવા પામી નથી ત્યારે જે પ્રકારે માનવ અવશેષો સાથે જે પુરાવા મળ્યા તેમાના કેટલાક પુરાવા ગુમ થનાર યુવતીના હોવાનું યુવતીના પરિવારજનો જણાવી રહ્યા છે. જો કે, હજુ પોલીસ દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તો જે માનવ અવશેષો મળ્યા છે તેને ડીએનએ કરાવ્યા બાદ જ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકશે.


 



સિદ્ધપુર શહેરમાંથી છેલ્લા બે દિવસથી પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળી રહ્યા છે જેને લઇ આખા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અવશેષો કોના તે અંગે પણ પ્રશ્નાર્થ રહેવા પામ્યું છે. ત્યારે આ મામલે માનવ અવશેષો ખુબ જ ખરાબ હાલતમાં હોવાને લઇ ડીએનએ કરાવવા માટે મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાશે.


તો બીજી તરફ સિદ્ધપુર શહેરમાં રહેતા હરવાની પરિવારની દીકરી તારીખ 7 ના રોજ ઘરેથી રાબેતા મુજબ મંદિરે દર્શન કરવા ગઈ હતી અને ત્યારથી તે પરત ફરી નથી. જેની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો મળવા પામ્યો નહિ જેને આજે 12 દિવસ વીતી ગયા છે પણ તેની કોઈ ભાળ મળવા પામી નથી.  આ ગુમ થનાર દીકરીના તારીખ 12 ના રોજ લગ્ન હતા ત્યારે આખો પરિવાર હાલતો દીકરીને લઇ ખુબ જ દુઃખી જોવા મળી રહ્યા છે.


તો આ અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ ગુમસુદા અંગે નોંધાવી છે પણ હજુ દીકરીનો કોઈ પત્તો લાગવા પામ્યો નથી ત્યારે શહેરમાં જે પ્રકારે પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળ્યા છે તેમાં બંગડી,દુપટ્ટો પણ મળવા પામ્યો છે જે પુરાવા ગુમ થનાર યુવતીના પરિવારજનો ને બતાવતા દુપટ્ટો ગુમ થનાર યુવતીનો હોવાનો સ્વીકાર પરિવારે કર્યો હતો. પરંતુ પોલીસ મથકે ગુમ સુદા યુવતની ફરિયાદ ને આજે 12 દિવસ વીતી ગયા પંણ કોઈ સંતોષકારક જવાબ પોલીસ દ્વારા આપવામાં આવતો નથી તેવો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.


યુવતીના ગુમ થાયે આજે 12 દિવસ વીતી ગયા છે અને ગુમ થનાર યુવતી ના લગ્ન તારીખ 12 મેં ના રોજ હતા ત્યારે ઘર માં ખુશીનો માહોલ દુઃખ માં પલટાવા પામ્યો છે જે અંગે ગુમ થનાર યુવતીના ભાઈને પૂછતાં તેને જણાવ્યું હતું કે અમારે ન્યાય જોઈએ. મારી બહેન ગુમ થઇ તે અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યાર બાદ શહેરમાંથી જે પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળ્યા છે તે ટુકડાની હાલતમાં મળ્યા છે. તે ટુકડા કેવી રીતે થયાં આ હત્યાની ઘટના છે. અમને ન્યાય મળવો જોઈએ તેવી માંગ યુવતીના ભાઈએ કરી છે


ગુમ થનાર યુવતીના લગ્ન નો પ્રસંગ આજે દુઃ માં સરી પાડ્યો છે જે અંગે પાડોશમાં રહેતા લોકોને પૂછતાં તેમને જણાવ્યું હતું કે 12 મે ના રોજ આ યુવતીના લગ્ન હતા અને ઘર માં મહેંદીની તૈયારીઓ ચાલી રહી હતી અને તા 7 ના રોજ આ યુવતી ઘરેથી મંદિરે દર્શન કરવાનું નીકળી હતી અને ત્યારથી તે ગુમ છે. આખું પરિવાર આજે દુઃખમાં સરી પડ્યું છે. યુવતી ખુબ જ સંસ્કારી હતી કોઈ ખરાબ પગલું ભરે તેમ ન હતી. પરંતુ તેની હત્યા થઇ હોય તેવું લાગી રહ્યું છે તેવું પાડોશના લોકો જણાવી રહ્યા છે.


લોકોએ બજારો બંધ રાખી યોજી


સિદ્ધપુરમાં સતત બે દિવશથી માનવ અંગો મળવા પગલે એરેરાટી વ્યાપી જવા પામી છે ત્યારે અવષેશો મળવા બાબતે પાટણ LCB પોલીસને તપાસ સોંપવામાં આવી છે અને પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરાઈ છે પરંતુ આ માનવ અવષેશોને લઈ હજુ કોઈ સ્પષ્ટીકરણ થવા પામ્યું નથી.ત્યારે બીજું બાજુ સિદ્ધપુર શહેરમાં જ છેલ્લા 10/12 દિવસથી દીકરી ગુમ છે જેને લઈ પરિવારજનો અને સમાજમાં ગુમ થયેલ યુવતીને લઈ ચિંતામાં વધારો થવા પામ્યો છે.  આજે ગુમ યુવતીને શોધવા તેમજ યોગ્ય ન્યાય મળે તે માટે સિંધી સમાજ સહીત અન્ય સમાજના લોકોએ બજારો બંધ રાખીને ગુરુ નાનક ચોકથી પ્રાંત કચેરી સુધી વિશાળ રેલીમાં જોડાયા હતા અને જય શ્રી રામ ના નારા સાથે રેલી કાઢી હતી. 


કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે આપ્યું નિવેદન


સિદ્ધપુરમાં દૂષિત પાણીની બનેલી ઘટનાનાં અનુસંધાને કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત આજરોજ સિદ્ધપુર પહોંચ્યા હતાં અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મંત્રીએ ઝડપથી ટાંકી અને પાઇપલાઇન સાફ કરીને સત્વરે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સંલગ્ન અધિકારીઓને સુચન કર્યું હતુ.ત્યારબાદ મંત્રીએ પાણીની ટાંકી પર જઇને ત્યાં ચાલી રહેલી સફાઇની કામગીરીની જાત ચકાસણી કરી હતી. સિદ્ધપુર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાનાં ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરીને લોકોના આરોગ્યને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તે માટે કામગીરી કરવા સુચન કર્યું હતુ. ઝડપથી ટાંકી અને પાઇપલાઇન સાફ કર્યા બાદ ફરીથી પાણીની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જ લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવામા આવશે તેવું  બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું હતુ. 


તો બીજી તરફ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને જણાવ્યું હતુ કે, લોકોને કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના તંત્ર પર વિશ્વાસ રાખવો જોઈએ. જિલ્લા વહીવટીતંત્ર હાલમાં આ બાબતે પુરજોશમાં પાણીની ટાંકીની સફાઇ અને પાઇપલાઇનની સફાઇનું કામ કરી રહ્યુ છે. સાફ સફાઇ બાદ ફરીથી પાણીની ચકાસણી કરીને પાણી પુરવઠો લોકોને આપવામાં આવશે.આ કામગીરી આગામી 48 કલાકમાં પુરી થાય તે માટે તંત્ર યુદ્ધનાં ધોરણે કામે લાગ્યું  છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી પાણીની ટાંકી તેમજ પાઇપલાઇનની સફાઇ કામગીરી ચાલી રહી છે.