રાજકોટ: રાજકોટમાં વધુ બે કેસ પોઝિટીવ આવતા આંકડો ત્રણ પર પહોંચ્યો છે. કોરોના વાયરસ હવે શહેરી વિસ્તાર તરફ વળ્યો છે. રાજકોટમાં પહેલો પોઝિટીવ કેસ જંગલેશ્વરમાં નોંધાયો હતો. હવે રાજકોટમાં વધુ બે કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. જો કે બંનેની હાલત હાલ સ્થિર છે. રાજકોટમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 3 થઈ છે. આમ, ગુજરાતમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 35 એ પહોંચી છે.


કોરોનાના બે સુરત અને બે ગાંધીનગરમાં કેસ નોંધાયા હતા. આમાંથી એક વ્યક્તિ સાઉદી અરેબીયાથી આવેલી હતી. જ્યારે ત્રણ લોકોને સ્થાનિક સ્તરેથી ચેપ લાગ્યો છે. આમ, ગુજરાતમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 35એ પહોંચી છે.

રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 13 કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં 6 કેસ નોંધાયા છે. અમદાવાદ અને વડોદરા પછી સુરત અને ગાંધીનગર આવે છે કે જ્યાં 6-6 કેસ નોંધાયા છે. રાજકોટમાં કેસની સંખ્યા ત્રણ થઈ છે. કચ્છમાં એક કેસ નોંધાયો છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 35 થઈ છે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કોરોના વાયરસને લઈને દેશને સંબોધન કર્યું હતું. એક સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું આ બીજી વખત સંબોધન કર્યું હતું.  પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધન કરતા સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે.