રાધનપુર -શંખેશ્વર, સમી, હારીજઃ રાધનપુરમાં રવિવારે જનતા કર્ફ્યૂ બાદ સોમવારે સવારે 10 વાગ્યે દુકાનો ખુલતાંની સાથે પોલીસ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવી હતી. સોમવારે પણ બજારો સુમસામ ભાસતા હતા. તો કોરાનાનો કહેર વર્તાયો હોવા છતાંય પાલિકા દ્વારા હજુ સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું નથી. જયારે સોમવારે સવારે શંખેશ્વરની બજાર ખુલી ગઈ હતી.

બજાર અને હાઇવે પરની દુકાનો, શાક માર્કેટ વગેરેમાં લોકોની ભીડ જામતા સવારે 10 કલાકે શંખેશ્વર પી.એસ.આઈ.કે.બી.દેસાઈ અને પોલીસ સ્ટાફ સાથે બજાર, હાઇવે પર ફરી લોકોની ભીડ દૂર કરી ગલ્લા, ચાની કીટલી, ફરસાણની દૂકાન ઠંડાપીણાં અને ભીડવાળા દૂકાનદારોને 144 કલમ સમજાવી દુકાનો બંધ કરાવી હતી જોકે દૂધ, શાકભાજી, મેડિકલ સ્ટોર કરિયાણાની દૂકાન વગેરેને છૂટ આપવામાં આવી હતી.

તેમજ સમી બજાર સવારથી ચાલુ થતા લોકોની અવર જવર જોવા મળતી હતી પાટણ જિલ્લામાં કલમ 144 લાગેલ હોય સાવચેતીના ભાગરૂપે સમી મામલતદાર આઈ એમ ઠાકોર સમી પીએસઆઇ યસવંતભાઇ બારોટ, પ્રાંત અધિકારી અમીત ભાઈ, આરોગ્ય અઘિકારી સમી, વગેરે દ્વારા લોકોને કોરોના વાયરસ થી બચવા માટે વિવિધ સાવચેતીઓ રાખવા તથા માસ્કનો ઉપયોગ કરવા સમજણ આપી સમજાવી દુકાનો બંધ કરાવી હતી બપોર બાદ સાકભાજી, કરીયાણા, દૂઘ સિવાયબજાર સંપૂર્ણ રીતે બંધ રહી હતી. તેમજ હારીજમાં સોમવારે રાબેતા મુજબ બજારો ખુલતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાનો પોલીસે બંધ કરાવી હતી.