અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો થયો છે. ગુજરાતમાં ગઈકાલે 9676 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા હતા. જ્યારે 3250 દર્દીઓ સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 44 દર્દીઓના મોત નીપજ્યા હતા.


જોકે ગઈકાલે આવેલ આંકડામાં કેટલાક જિલ્લામાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. છોટા ઉદેપુર, ડાંગ અને બોટાદ જિલ્લામાંથી રાહતના સમાચાર આવ્યા છે. આ ત્રણ જિલ્લામાં ગઈકાલે 10 કરતાં પણ ઓછા નવા કેસ નોંધાયા હતા જેમાં છોટા ઉદેપુરમાં 8, ડાંગમાં 6 અને બોટાદમાં 1 નવો કેસ નોંધાયા હતો. જ્યારે માત્ર ડાંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સાથે જ આ ત્રણેસ જિલ્લામાં છોટા ઉદેપુરમાં 53, ડાંગમાં 6 અને બોટાદમાં 12 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.


અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3204 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે 491 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરત ગ્રામ્યમાં 210 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 197 લોકોને ચેપ લાગ્યો હતો. સુરત શહેરમાં 306 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 226 લોકો થયા સંક્રમિત.




રાજકોટ શહેરમાં 274 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 137 લોકો થયા સંક્રમિત થયા હતા. વડોદરા શહેરમાં 561 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 335 લોકો સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 102 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 62 લોકો થયા સંક્રમિત થયા હતા.


ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કોરોનાના કુલ 7,48,932 કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 7,22,741 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે 62,506 એક્ટિવ કેસો છે. તેમજ કુલ 9,665 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.


દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં સતત આઠમા દિવસે ત્રણ લાખથી ઓછા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંકમાં ખાસ ઘટાડો થયો નથી.


કોરોનાની બીજી લહેરમા કેસના વધારાની સીધી અસર મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સંખ્યા પર પણ પડી છે. પ્રથમ લહેરમાં જ્યાં ચાર મહિના દરમિયાન કુલ ૧૮૦ સર્જરી થઈ હતી ત્યાં આ વર્ષે બીજી લહેરમાં માત્ર દસ દિવસમાં ૨૫૦થી વધુ સર્જરી થઈ ચુકી છે. જો કે અત્યાર સુધી થયેલી કુલ સર્જરીમાં મોતનું પ્રમાણ ખૂબ જ ઓછુ છે અને મોટા ભાગના ઓપરેશનો સફળ રહ્યા છે.