News: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં કોંગ્રેસ એક્ટિવ મૉડમાં આવી છે, કોંગ્રેસ નેતાઓ સરકારને સીધા સવાલો કરીને સમાન્ય માણસ અને ખેડૂતોના પક્ષમાં હક માંગી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા પાલભાઇ આંબલિયાએ સરકારના મહત્વકાંક્ષી પ્રૉજેક્ટ i-khedutની સર્વિસ પર સવાલો ઉઠાવ્યા છે. પાલભાઇએ i-khedutના સર્વર ઠપ્પ રહેવા પર પ્રતિક્રિયા આપી છે. 


i-khedut પૉર્ટલનું સર્વર બંધ હોવા અંગે ગુજરાત કિસાન કોંગ્રેસ પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આપી છે, તેમને કહ્યું કે, i-khedut પૉર્ટલ પર આજથી ખેડૂતોને અરજી કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે, આમાં વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે, પરંતુ સવારના 10.30 વાગ્યાથી i-khedutનું સર્વર ઠપ્પ છે, સર્વર જ ચાલુ ના હોય તો અરજીઓ કેવી રીતે કરવી ???. વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરવાની સરકારની નીતિ ખેડૂત વિરોધી છે. બધા ખેડૂતો એન્ડ્રોઇડ ફોન વાપરતા ના પણ હોય. તેમને વધુમાં કહ્યું કે, અત્યારે સર્વર ઠપ્પ રાખી પછી મળતીયાઓની અરજી સ્વીકારી લેવાશે, પહેલા જે ડ્રૉ પદ્ધતિ હતી એ વધારે સારી હતી. મુખ્યમંત્રી, કૃષિમંત્રીને મેં 50 ઇમેઇલ કરી ચૂક્યો છું છતાં હજુ એક નો પણ જવાબ મળ્યો નથી. મુખ્યમંત્રી કૃષિમંત્રી ઇમેઇલના જવાબ ના આપતા હોય તો ખેડૂતો કઈ રીતે ડીઝિટલાઈઝડ હોઈ શકે ??


 


Gujarat: કોંગ્રેસ નેતાનો મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર, ખેડૂતોના કયા પ્રશ્નનું નિવારણ કરવાની કરી માંગ


લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ ખેડૂતોને પોતાના પક્ષમાં લેવા માટે પ્રયાસે લાગી ગયુ છે, કોંગ્રેસ નેતાઓ જુદીજુદી પડતર માંગો અને પ્રશ્નોના નિવારણ માટે પ્રયાસો તેજ કર્યા છે. હાલમાં ગુજરાત કિસાન કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર લખ્યો છે, અને આ પત્રમાં ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનો ઉછાવ્યો છે. ખાસ વાત છે કે, ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં પાકવીમાં યોજના તાત્કાલિક ચાલુ કરવા માંગ કરવામાં આવી છે. વર્ષ 2020-21 નું 12 થી 15 લાખ ખેડૂતોનું બાકી વીમા પ્રીમિયમ પરત ચૂકવવા પત્રમાં માંગ કરાઇ છે. ગુજરાત કિસાન કોંગ્રેસનું કહેવું છે કે, અંદાજે 120થી 150 કરોડનું પાકવીમા પ્રીમિયમ ખેડૂતોને હજુ સુધી પરત ચૂકવાયું નથી. ત્રણ ત્રણ વર્ષ વીતવા છતાં ખેડૂતોને પાકવીમાં પ્રીમિયમ હજુ સુધી પરત મળ્યું નથી. પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ થઈ ગઈ પણ ખેડૂતો પાસેથી ઉઘરાવેલું પ્રીમિયમ હજુ ખેડૂતોને પરત મળ્યું નથી. વર્ષ 2020-21થી આજ સુધી પાકવીમાં યોજના બંધ છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર કાગળ પર જ હોવાનો કિસાન કોંગ્રેસનો દાવો છે. ત્રણ વર્ષમાં 7 વખત કમોસમી વરસાદ, 2 વખત અતિવૃષ્ટિ, 1 વખત દુષ્કાળ છતાં ખેડૂતોને રાતી પાઇ પણ ન મળી. યોજના કાગળ પર ચલાવવાની જગ્યાએ બંધ કરી નવી પાકવીમાં યોજના ચાલુ કરવી જોઈએ.