ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ  વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે  કે હજુ ભારેથી અતિભારે વરસાદ પડશે.  હવામાન વિભાગના અનુસાર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.   આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 


માછીમારોને 8 અને 9 ઓગસ્ટના દરિયો ન ખેડવા સૂચના અપાઈ


રવિવારે  અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 ઓગસ્ટે અમરેલી, બોટાદ, ભાવનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  9 ઓગસ્ટે અમદાવાદ, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. 10 ઓગસ્ટે અમદાવાદ, રાજકોટ, જામનગર, સુરેંદ્રનગર, જૂનાગઢ, મોરબી, કચ્છ, દ્વારકા, બોટાદ, ભાવનગરમાં ધોધમાર વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગના મતે ભારે વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.  માછીમારોને 8 અને 9 ઓગસ્ટના દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 


 


અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી


અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. 


ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.  રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  કચ્છમાં સૌથી વધુ 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.