વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા ગુજરાતમાં આગામી 3 દિવસ ઠંડીનું જોર વધશે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા ત્રણ દિવસ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.
અમદાવાદમાં આજે પણ ઠંડીનું જોર અનુભવાયું છે. શહેરના વાતાવરણમાં ધુમ્મસ છવાયું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનું જોર વધશે. આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બ સિસ્ટમ વિખેરાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બ સિસ્ટમ વિખેરાતા 4થી 5 દિવસ ઠંડી વધશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10થી14 ડિગ્રી નીચે પહોંચવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર વધશે. રાજ્યમાં આ વખતે કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.