ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા ભાજપના નેતાઓને વોર્ડમાં બુથના પેજ પ્રમુખ બનાવીન નવી પહેલ કરી છે. પાટિલે આ ક્રમામં હવે કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહને પણ પેજ પ્રમુખ બનાવાયા છે.


અમિત શાહ ગાંધીનગર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના લોકસભા મતવિસ્તારમાં આવતા નારણપુરા વિધાનસભા મતવિસ્તારમાં 38 નંબર બુથના પેજ પ્રમુખ તરીકે શાહને નિમણૂક કરાઈ છે.



ભાજપનું મિશન મહત્તમ પેજ પ્રમુખ બનાવીને તમામ મતદારો સુધી પહોંચવાનું છે. વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં એક પેજમા 30 જેટલા મતદારો હોય છે. ભાજપ એક પેજના 30 મતદારો પૈકી એક મતદારને પેજ પ્રમુખ બનાવે છે. ગુજરાતમાં નતદાર યાદીમાં કુલ 15 લાખ મતદાર પેજ છે તેથી ભાજપ નું લક્ષ 15 લાખ પેજ પ્રમુખ બનાવવાનું છે.