કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા ગુજરાત સરકારે ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી રાજ્યમાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યૂ હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે.  આ સંદર્ભમાં ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 


20 તારીખે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે 4 દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું.


સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે. આ સંદર્ભમાં ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજ્યમાં તમામ દુકાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. 


આ નવું જાહેરનામું 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. 20 તારીખે સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે 4 દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું.


રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આશરે છ મહિના જેટલા સમય બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસ 100ને પાર થયા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ પણ રાજ્યમાં વધતા સરકારે નાઈટ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ રાજ્યના 8 મહાનગરોમાં હવે રાત્રિ કર્ફ્યૂ 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે.