આજથી નવરાત્રિનો પ્રારંભ, આદ્યાશક્તિની આરાધના માટે શક્તિપીઠમાં ભક્તોની ભીડ
abpasmita.in | 01 Oct 2016 07:54 AM (IST)
અમદાવાદ: આસો સુદ એકમ એટલે કે આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. આજથી આવતા નવ દિવસ સુધી ભક્તો માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરશે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમશે. શક્તિપીઠમાં માં આદ્યાશક્તિનો દર્શન માટે લોકો ઊમટવા લાગ્યા છે. જ્યારે યુવાઓમાં નવરાત્રિને લઈ ઉત્સાહનો માહોલ છે..અને ખેલૈયાઓ સંગીતના તાલે નવરાત્રિ રમવા માટે ઉત્સુક છે.