અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. વાર્ષિક પરીક્ષાના નવા સમયપત્રક પ્રમાણે ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા 1 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી આ પરીક્ષા લેવાશે. સ્કૂલ સંચાલકોની રજૂઆત બાદ બોર્ડે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. પરીક્ષા પૂરી થયા બાદ પેપર તપાસવા માટેનો સમય રહેતો નથી તેથી પરીક્ષા વહેલી લેવા માટે સંચાલકો દ્વારા રજૂઆત કરાઈ હતી.



આ પહેલાં બોર્ડે ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી શરૂ કરીને 18 એપ્રિલ દરમિયાન લેવાની સૂચના આપી હતી. રાજ્ય સરકારે સીબીએસઈ પેટર્ન અપનાવતાં આ વરસે 20 એપ્રિલથી નવું સત્ર શરૂ થઇ રહ્યું છે. શિક્ષકોને પેપર તપાસવાનો અને પરિણામ તૈયાર કરવાનો પૂરતો સમય મળી રહે તે માટે જેથી બોર્ડે તારીખોમાં ફેરફાર કરીને નવી તારીખો જાહેર કરી છે.