મહેસાણા: આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો  68મો જન્મદિવસ છે. આ અવસરે  એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે લોકસભાની ચૂંટણી મુદ્દે સ્પષ્ટ નિવેદન કર્યું હતું.


મહેસાણા: આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો  68મો જન્મદિવસ છે.આ અવસરે એબીપી અસ્મિતા સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી. લોકસભાની ચૂંટણીને લઇને જ્યારે નીતિન પટેલને સવાલ કરવામાં આવ્યો કે, તમને પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણીને લઇને કોઇ ભેંટ મળે તેની અપેક્ષા છે? જેના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું કે, પ્રજાનો પ્રેમ મારા માટે અત્યંત મહત્વનો છે. લોકસભાની ચૂંટણી અને અન્ય બાબતો મારા માટે ખૂબ નાની છે. મને ભાજપે અત્યારસુધી ઘણું જ આપ્યું છે. તેમણે કહ્યું કે, જન્મ દિવસ સેવાકીય કર્યો માટે ઉજવવો જોઈએ, જેથી સાત જગ્યાએ આજે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે,રજતતુલાથી પ્રાપ્ત થયેલી રકમ વિવિધ સેવાકીય સંસ્થાઓને આપવામાં આવશે.



Gujarat: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આજે 68મો જન્મ દિવસ, કડી ખાતે ખાસ આયોજન


Gujarat: આજે 22 જૂનનો દિવસ છે, આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા નીતિન પટેલનો જન્મ દિવસ છે, આજે નીતિન પટેલનો 68મો જન્મ દિવસ છે. નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી આજે કડીમાં કરવામાં આવશે, આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ ઉપસ્થિત રહેશે. માહિતી પ્રમાણે આજે નીતિન પટેલના 68મા જન્મદિવસ પ્રસંગને ખાસ બનાવવા માટે મહેસાણાના કડીમાં સત્યાવીસ સમાજ સરદાર યુવક મંડળ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવ્યુ છે, તેમજ કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હૉલ ખાતે મહારક્તદાન શિબિર, અને કડી APMC ખાતે રજતતુલા અને સન્માન સમારંભ પણ આયોજન કરવામાં આવેલુ છે. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણીમાં હાજરી આપશે.


પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને BJPએ આપી મોટી જવાબદારી


2024 લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. પ્રધાનમંત્રી  મોદીના નેતૃત્વમાં  કેંદ્રમાં ફરી ભાજપ પ્રેરિત એનડીએની સરકાર પૂર્ણ બહુમતી સાથે બને તે માટે ભાજપ દ્વારા અત્યારથી તમામ પ્રકારની  તૈયારીઓ કરવામાં આવી રહીછે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને લોકસભાની ચૂંટણી 2024 માટે પાંચ લોકસભા બેઠકોની  જવાબદારી  સોંપવામા આવી છે.