તેમણે ઉમેર્યું કે, ગ્રામીણ કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે પરમિશન આપી મંજૂરી આપવી તે મુદ્દે હાલ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, ખાનગી સોસાયટીમાં ગરબાને મંજૂરીની પણ શકયતા જણાતી નથી.
તેમણે સ્પષ્ટતા કરી કે, ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નથી લેવાયો અને કેન્દ્રની છૂટછાટ ના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે,મુખ્યમંત્રીએ રાજય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે, ગરબા આયોજન નહીં કરે. ડોક્ટરોએ સરકારને સૂચનો કર્યા છે તેમાં મોટા પાયે ગરબા ન કરવા કહ્યુ છે. આ સંજોગોમાં ગરબાના આયોજન અંગેની શક્યતા નથી.