અમદાવાદઃ રાજ્યના વાલીઓ છેલ્લા કેટલાય દિવસથી રાહ જોઈને બેઠા હતાં તેનો અંત આવી ગયો છે. રાજ્ય સરકાર કોરોના કાળાની ફી મામલે વાલીઓના હીતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવાર સાડા દસ વાગ્યે કેબિનેટની બેઠક મળી હતી તેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓને ફીમાં 25 ટકા રાહત આપવામાં આવી છે.


હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર આજે મળનારી બેઠકમાં ખાનગી શાળાઓની ફીના મામલે મહત્વનો નિર્ણય લીધો હતો. આજે પત્રકાર પરિવારમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વાલીઓને 25 ટકા ઓછી ભરે તેવી રાહત આપવામાં આવી છે. એટલે કે 25 ટકા ફી માફ કરવામાં આવી છે. સંચાલકો 25 ટકા સાથે સહમત નહોતા થતાં તેને રાજી કરવામાં આવ્યા છે. આ સિવાય ઈતર ફી ભરવા નથી.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડ સિવાયનાં બધાં જ બોર્ડને આ નિર્ણય લાગુ પડશે. ખાનગી શાળાના શિક્ષકોને પગાર આપવો પડશે. એક પણ શિક્ષક ને છુટા કરી શકાશે નહીં. વાલીઓએ પહેલા ફી ભરી હશે તો ફી સરભર કરીૉ શકાશે. નોંધનીય છે કે, વાલી મંડળે 50 ફી માફીની માગ કરી હતી. આ ઉપરાંત ગુજરાત બોર્ડ સહિત અન્ય બોર્ડને પણ આ નિયમ લાગુ પડશે.

નોંધનીય છે કે, 25 ટકા ફી રાહત ઉપરાંત ખાનગી શાળા સંચલાકો અન્ય કોઈપણ જાતની ઇતર ફી લઈ શકશે નહીં. આ સાથે જ રાજ્ય સરકારે ખાનગી શાળાને આદેશ આપ્યો છે કે, તેમણે શિક્ષકોને પગાર આપવો પડશે અને કોઈને પણ છુટા કરી શકાશે નહીં. જો કોઈપણ વાલીએ પહેલાથી ફી ભરી દીધી હશે તો તેને સરભર કરી શકાશે.

નોંધનીય છે કે, ખાનગી શાળાના સંચાલકો 25 ટકા ફી ઘટાડા માટે તૈયારી બતાવી હતી. રાજ્ય સરકારે સંચાલક મંડળો સાથે અગાઉ બે વાર મીટિંગ યોજીને 25 ટકા ફી ઘટાડાની દરખાસ્ત કરી હતી પરંતુ સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી.